ઓખા બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનો અદ્ભુત આકાશી નજારો આવ્યો સામે, જુઓ વીડિયો
દેવભુમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ઓખા-બેટ દ્વારકાને જોડતો પુલ સંપુર્ણ તૈયાર થયો છે. સિગ્નેચર બ્રિજ પુલ કુલ અંદાજીત 900 કરોડના ખર્ચે તૈયાર થયેલ છે. યાત્રાધામ દ્વારકા આવતા યાત્રિકો બેટ-દ્વારકા અવશ્ય આવતા હોય છે. ચારેય તરફ દરીયા આવેલો હોવાથી ટાપુ પર આવવા અને બેટ-દ્વારકા જવા માટે દરિયાઈ માર્ગ દ્વારા બોટનો ઉપયોગ થતો હતો. પરંતુ હવેથી અંદાજીત અઢી કિમીનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ-દ્વારકા જઈ શકાશે.
2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના રોજના કરવામાં આવ્યો હતો. બ્રિજની કામગીરી 19 માર્ચ 2018માં શરૂ થઈ હતી. પાંચ વર્ષ બાદ કામગીરી પુર્ણ થઈ છે. જે કલર સહીતનુ પરચુર્ણ કામગારી એક સપ્તાહમાં 15 ફેબ્રુઆરીના રોજ કામગીરી પુર્ણ થઈ જશે.
સિગ્નેચર બ્રિજ એ દેશમાં પહેલીવાર કર્વલાઈનની ડિઝાઈનના મહાકાય થાંભલાઓ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે. આ બ્રીજ બનાવવા માટે 2 રિંગ મશીન, 2 ક્રેન અને 2 જેક ઓફ બાર્જ જેવા મશીનની મદદ લેવામાં આવી છે. આ પાઈલોન એટલે કે, આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે, તેનો બેઝ સ્ટીલનો છે અને ઉપર કોંક્રિટનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એક પાયલોનનું વજન 14 હજાર ટન છે. દરેક પાઈલોન પર 12 બાય 20 મીટરની મોરપીંછની ડિઝાઈન છે.
ટુંક સમયમાં બ્રિજનો લોકાર્પણ થશે. જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. લોકાર્પણ બાદ બ્રિજ પર અવર-જવર શરૂ થતા બેટ દ્વારકા અને ઓખામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સિગ્નેચર બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્વારકા અવર-જવર કરી શકશે.
આ પણ વાંચો: અયોધ્યામાં રામલલ્લા બાદ હવે ભગવાન કૃષ્ણની દ્વારકાનો નંબર, PM મોદી આ લાંબી રાહનો લાવશે અંત