સુરેન્દ્રનગર: શહેરમાં જોવા મળ્યો રખડતા ઢોરનો આતંક, 10થી વધુ લોકોને કર્યા ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર શહેરની રાધે ટેનામેન્ટ સોસાયટીમાં રખડતા આખલાએ 10 થી વધુ લોકોને અડફેટે લીધા હતા, આખલાના અડફેટે લેતા 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રખડતા ઢોર પાંજરે પૂરવા હાઇકોર્ટનો આદેશ પણ નગરપાલિકાએ આ આદેશ પણ નેવે મુક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. રખડતા ઢોરના આંતકથી સ્થાનિક લોકો પરેશાન થયા છે.
સુરેન્દ્રનગરમાં ફરી રખડતા ઢોરને આતંક જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર શહેરની રાધે ટેનામેન્ટ સોસાયટીમાં રખડતા આખલાએ 10 થી વધુ લોકોને અડફેટે લીધા હતા, આખલાના અડફેટે લેતા 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ નગરપાલિકાને જાણ કરી હતી. જો કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત શહેરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે.
મહત્વનું છે કે સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસ પહેલા રખડતા આખલાએ કોન્ટ્રાકટર કર્મચારી ખુંદી નાખ્યા હતા અને તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે આજે ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે. રખડતા ઢોર પાંજરે પૂરવા હાઇકોર્ટનો આદેશ પણ નગરપાલિકાએ આ આદેશ પણ નેવે મુક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે. રખડતા ઢોરના આંતકથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. ત્યારે લોકો માગ કરી રહ્યા છે કે નગરપાલિકા આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર સમાચાર: રખડતા ઢોરના હુમલામાં ઢોર કોન્ટ્રાક્ટરનું મોત
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

