ન્યુઝીલેન્ડની સંસદમાં આ શું ! જાદુનો ખેલ કરી રહી છે સાંસદ? વીડિયો જોઈ લોકો દંગ
ન્યુઝીલેન્ડની સંસદમાં ખરેખર સાંસદો જાદુ ટોના કરી રહ્યા છે? કેમ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને શું છે તેની પાછળનું સત્ય તેમજ આ સંસદમાં આ સાંસદ સભ્ય કોણ છે જે આવી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.

ન્યુઝીલેન્ડની સંસદમાં આ દ્રશ્ય શાનું છે. તમે જોઈ રહ્યા છો તેમ એક સાંસદ પોતાના હાથની મૂવમેન્ટ સાથે કોઈ જાદુ કરી રહી હોય તેમ પહેલી નજરે જોતા લાગે છે તો શું ન્યુઝીલેન્ડની સંસદમાં ખરેખર સાંસદો જાદુ ટોના કરી રહ્યા છે? કેમ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને શું છે તેની પાછળનું સત્ય તેમજ આ સંસદમાં આ સાંસદ સભ્ય કોણ છે જે આવી એક્ટિંગ કરતી જોવા મળી રહી છે.
ન્યુઝીલેન્ડની સંસદ સભામાં આ શું કરી રહી છે સાંસદ?
150 વર્ષોમાં ઓટેરોઆ એટલેકે ન્યુઝીલેન્ડ સંસદમાં ચૂંટાયેલા આવેલ આ સૌથી યુવા સાંસદ છે જે માત્ર 21 વર્ષના છે અને તેમનું નામ હાના-રાવતી છે જે ઓક્ટોબરની સામાન્ય ચૂંટણીમાં હૌરાકી-વાઇકાટોની બેઠક જીતી ને સાંસદ બન્યા છે.આ વીડિયો ડિસેમ્બર મહિનાનો છે તે પતી માઓરી (માઓરી પાર્ટી) માઇપી-ક્લાર્ક ગૃહમાં પોતાનું પ્રથમ ભાષણ આપવા માટે સંસદની ચેમ્બરની સામે ઊભા હતા.
તેણી જે કરી રહી છે તે કોઈ જાદુ નથી કે કોઈ ખેલ પણ નથી તે તેઓની કુટુંબીક કે સમુદાય માટે માઓરી શબ્દમાં સરકારનો વિરોધ કરી રહ્યા છે. તેઓ મેપી-ક્લાર્ક માઓરી ભાષા, ટે રેઓ અને અંગ્રેજી બંને બોલતા હતા.
New Zealand natives’ speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
તેમણે કહ્યું આ એક્શન સાથે સરકારને કહ્યું કે “અમે અત્યાર સુધી આવ્યા છીએ, પરંતુ અમારે હજુ લાંબી મજલ કાપવાની છે,”
“અમે અહીં છીએ, અમે સફર કરી રહ્યા છીએ, અમે નેવિગેટ કરી રહ્યા છીએ – અમારા પૂર્વજોની જેમ.”
કઈ વાતને લઈને થઈ રહ્યો છે વિરોધ?
બે અઠવાડિયા પહેલા, વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સનની સરકારે 180 વર્ષ પહેલાં ક્રાઉન અને માઓરી નેતાઓ વચ્ચે હસ્તાક્ષર કરાયેલ વૈતાંગીની સંધિની સમીક્ષા કરવાની યોજનાઓ છોડી દેવાની જાહેરાત કર્યા પછી, હજારો લોકોએ ન્યુઝીલેન્ડની શેરીઓ પર વિરોધ કર્યો. સરકારે એ પણ જાહેરાત કરી કે તેઓ સરકારી સંસ્થાઓમાં માઓરી ભાષાનો સમાવેશ ઘટાડશે.
ન્યુઝીલેન્ડમાં તબક્કાવાર ધૂમ્રપાન બંધ કરવા માટે 2022 માં પસાર કરાયેલ કાયદો હોવા છતાં, લક્સનની સરકારે જાહેરાત કરી કે તેઓ આ કાયદાને પણ રદ કરશે. ધૂમ્રપાન અને તમાકુ પ્રેરિત ફેફસાંનું કેન્સર દેશમાં માઓરી લોકોને અપ્રમાણસર અસર કરે છે અને આ બધા કારણોને લઈને સાંસદે સંસદગૃહમાં વિરોધ દર્શાવ્યો હતો.
