Viral Video : કારને ફળની લારી અડી જતા લેડી પ્રોફેસરનો પારો સાતમા આસમાને, રસ્તા વચ્ચે કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા !
આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક પ્રોફેસર જે રીતે ગુસ્સે થાય છે તે જોઈને તમને આશ્વર્ય થશે.
Viral Video : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં (Bhopal) એક મહિલા પ્રોફેસરની(Professor) કાર ફળની લારી સાથે અથડાતા આ પ્રોફેસર એવા તે ગુસ્સે થયા કે ન પુછો વાત. આ મહિલા પ્રોફેસરે લારીના ફળો રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યુ. આ દરમિયાન ફ્રુટ વેચનાર(Fruit Seller) વારંવાર આજીજી કરતો રહ્યો કે આવું ન કરો, મારી પાસેથી ખોટના પૈસા લઈ લો, પરંતુ આ પછી પણ મહિલા પ્રોફેસરે વાત ન માની અને હંગામો ચાલુ રાખ્યો. જ્યારે રસ્તેથી પસાર થતા લોકો ત્યાં પહોંચ્યા અને મહિલાને કહ્યું કે તમે આ ખોટું કરી રહ્યા છો, છતા પણ આ મહિલા પ્રોફેસર એકની બે ન થઈ.
પ્રોફેસરે રસ્તા વચ્ચે કર્યો હંગામો
અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ભોપાલના અયોધ્યા નગર વિસ્તારનો છે. આ વીડિયો વાયરલ (Viral) થયા બાદ આખા શહેરમાં આ વીડિયોની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, મહિલા પ્રોફેસરનો હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સ પણ ભડક્યા છે.તેઓનુ કહેવુ છે કે, આ રીતે ગરીબ વ્યક્તિ પર રૂઆબ ન દેખાડવો જોઈએ.
જુઓ વીડિયો
भोपाल : सड़क पर ख़डी कार को हल्का सा टच होने पर महिला ने ग़ुस्से में फल वाले के सारे फल सड़क पर उठाकर फेंक दिए।भौपाल की एक प्राइवेट यूनिवर्सिटी की प्रोफेसर बताई जा रही है मैडम।ठेला वाला मिन्नत करता रहा लेकिन मैडम ना मानी। (1/2) @TheQuint @QuintHindi @brajeshabpnews @govindtimes pic.twitter.com/rmtIL3jfWc
— Izhar Hasan Khan (@izharihk) January 11, 2022
વીડિયો વાયરલ થતા યુઝર્સ પણ ભડક્યા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લારી સાથે કાર અથડાતા આ મહિલા પ્રોફેસર તરત જ ગાડીની બહાર આવે છે અને લારીના ફળો(Fruit) રસ્તા પર ફેંકવાનુ શરૂ કરે છે.આ દરમિયાન ફળો વેચનાર વિનંતી કરતો જોવા મળે છે કે,તમે મારી પાસેથી તમારી નુકશાનીના પૈસા લઈ લો. છતા પણ આ મહિલા પ્રોફેસર માનતી નથી અને હાઈવોલ્ટેડ ડ્રામા શરૂ રાખે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ મહિલા પ્રોફેસર વિરુધ્ધ કાર્યવાહી થવી જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, એક પ્રોફેસર થઈને આવી હરકત તમને શોભા દેતી નથી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (Users) પણ આ પ્રોફેસરના વર્તનને વખોડી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: રેલવે ટ્રેક પર બાઈક ચલાવી રહ્યો હતો યુવક, અચાનક ટ્રેન આવી જતા જીવ બચાવવા લગાવ્યો ગજબનો જુગાડ