Video : ગુસ્સે થયેલા હાથીએ રસોડાની બારી તોડીને મચાવ્યો હંગામો, ગજરાજનુ રોદ્ર સ્વરૂપ જોઈને તમે પણ ચોંકી જશો !
વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથી ઘરની બહારથી રસોડાની બારી તોડી નાખે છે અને પછી અંદરથી ખાવા-પીવાની વસ્તુઓ શોધવા લાગે છે.
Viral Video : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર પ્રાણીઓ (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં પ્રાણીની હરકતો જોઈને યુઝર્સ પણ દંગ રહી જાય છે. સામાન્ય રીતે પ્રાણીઓમાં હાથીઓને બુધ્ધિશાળી પ્રાણી (Elephant) માનવામાં આવે છે. પરંતુ જ્યારે તેનો ગુસ્સો આવે ત્યારે તે કોઈની પાછળ પણ રહેતો નથી. હાલમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking video) વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક હાથી ઘરના રસોડામાં જે રીતે તોડ-ફોડ કરી રહ્યો છે. તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
હાથીએ આ રીતે મચાવ્યો આંતક
વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથી ઘરની બહારથી રસોડાની બારી તોડી નાખે છે અને પછી અંદરથી ખાવા-પીવાની વસ્તુઓ શોધવા લાગે છે. વીડિયોમાં હાથી અહીં-ત્યાં વસ્તુ ફેંકતા જોવા મળે છે. એટલું જ નહીં, હાથીને ભગાડવા માટે ઘરના લોકો તેને વાસણોથી મારતા રહ્યા, પરંતુ હાથી પાછો જવાનું નામ લેતો નથી. હાથીએ જે રીતે આ ઘર પર આંતક મચાવ્યો તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.
જુઓ વીડિયો
The elephant is so homely that it wants to close the cupboard before leaving… pic.twitter.com/Yn2jf0eoDD
— Susanta Nanda IFS (@susantananda3) December 15, 2021
વીડિયોએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
વીડિયોમાં જોઈ શકાય છે કે, હાથી જતા પહેલા રસોડાનો કબાટ બંધ કરે છે, જે પહેલાથી જ ખુલ્લો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર IFS અધિકારી સુશાંત નંદા દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, હાથી બિલકુલ ઘરના સભ્ય જેવો છે, તે જતા પહેલા કબાટ પણ યોગ્ય રીતે બંધ કરે છે… આ વીડિયોને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સને હાથીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ (Comments) આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, આ હાથી ખૂબ જ ક્યૂટ છે, પરંતુ એકદમ ગુસ્સામાં લાગી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું, હાથી ખૂબ જ ખતરનાક પ્રાણી છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : હિરોપંતી ભારે પડી ! બાઈક પર સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના હાલ થયા બેહાલ, વીડિયો જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે
આ પણ વાંચો : શિયાળામાં મોંમાંથી વરાળ કેવી રીતે નીકળવા લાગે છે અને ઉનાળામાં ક્યાં જાય છે ? જાણો તેની પાછળનું વિજ્ઞાન