AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹25 લાખનું વાર્ષિક પેકેજ હોવા છતાં યુવતીએ લગ્ન માટે પાડી ‘ના’, પોસ્ટ શેર કરીને જણાવ્યું ‘અસલી કારણ’

અરેન્જ મેરેજની વાતચીતમાં વર્ષોથી કમાણી અને સારા પેકેજને સૌથી વધુ મહત્વ અપાતું આવ્યું છે. જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કિસ્સાએ હવે નવી ચર્ચા જગાવી છે. વાત એમ છે કે, ₹25 લાખના વાર્ષિક પેકેજવાળા યુવકનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવાની એક યુવતીની પોસ્ટે ઈન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

₹25 લાખનું વાર્ષિક પેકેજ હોવા છતાં યુવતીએ લગ્ન માટે પાડી 'ના', પોસ્ટ શેર કરીને જણાવ્યું 'અસલી કારણ'
Image Credit source: AI Generated
| Updated on: Nov 21, 2026 | 4:09 PM
Share

અરેન્જ મેરેજની વાતચીતમાં અવારનવાર સૌથી પહેલાં કુંડળી, શહેર, નોકરી અને વાર્ષિક પેકેજનો ઉલ્લેખ આવે છે. લાંબા સમય સુધી એવું માની લેવામાં આવ્યું હતું કે, સારી કમાણી અને સ્થિર કારકિર્દી કોઈ પણ સંબંધનો સૌથી મજબૂત પાયો છે.

જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઘટનાએ આ માન્યતાને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. વાત એમ છે કે, આજના સમયમાં ઘણા યુવાનો સંબંધોનો નિર્ણય માત્ર સેલેરી સ્લિપ જોઈને નહીં પરંતુ રોજિંદી જીવનશૈલી, પર્સનલ સ્પેસ અને જવાબદારીઓની સમજને આધારે કરી રહ્યા છે.

પોસ્ટ શેર કરવામાં આવી

X પર Kritical_62 નામના યુઝરે પોસ્ટ શેર કરતાં જણાવ્યું કે, તેમણે આશરે 25 લાખ રૂપિયા વાર્ષિક કમાતા યુવકનો લગ્ન પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેમના મતે, કમાણી કોઈ મુદ્દો નહોતો. તેઓ પોતે પણ એ સ્તર પર કમાવાની ક્ષમતા ધરાવે છે.

અસલી કારણ એ અપેક્ષાઓ અને પરિસ્થિતિઓ હતી, જેમની સાથે તેઓ પોતાનું ભવિષ્ય જોઈ શકતા નહોતા. વાયરલ પોસ્ટમાં શેર કરાયેલી વિગતો મુજબ, સંબંધ આગળ ન વધવા પાછળ ઘણા વ્યવહારુ અને અંગત કારણો જણાવવામાં આવ્યા.

યુવકની અપેક્ષા શું હતી?

યુવકની અપેક્ષા હતી કે, લગ્ન પછી દિવસમાં 2 વાર જમવાનું બનાવવામાં આવે. પ્રસ્તાવમાં માતા-પિતા સાથે એક જ ઘરમાં રહેવાની વાત પણ હતી, જેના પર મહિલાએ અસહમતી વ્યક્ત કરી.

પોસ્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો કે, યુવકની ઊંચાઈ 5 ફૂટ 8 ઇંચ હતી, આવનારા થોડા વર્ષોમાં વાળ ખરવાની શક્યતાનો અંદાજ લગાવાયો અને યુવકે પોતાને પોતાની માતાની અત્યંત નજીક ગણાવતાં ‘મમ્માઝ બોય’ તરીકે રજૂ કર્યો.

કોઈ પણ સંબંધ સાથે જોડાયેલા આવા કિસ્સા જ્યારે જાહેર મંચ પર આવે છે, ત્યારે તે તરત જ સમાજના બદલાતા મૂલ્યોનો અરીસો બની જાય છે. આ મામલા પર પણ ઇન્ટરનેટ યુઝર્સે પોતપોતાની સમજ અને અનુભવોને આધારે તીખી તેમજ રમૂજી ટિપ્પણીઓ કરી.

સોશિયલ મીડિયા પર છેડાયેલી ચર્ચા

આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે, લગ્ન પહેલાં જ પોતાની સીમાઓ અને લાઇફસ્ટાઇલ સ્પષ્ટ કરી લેવી વધુ સારી છે. રોજિંદી જવાબદારીઓ અને રહેવાની રીત પર તાલમેલ ન હોય, તો આગળ વધવું મુશ્કેલ બની શકે છે.

કેટલાક યુઝર્સનું માનવું હતું કે, યુવકે પોતાની અપેક્ષાઓ પહેલેથી છુપાવી નહોતી પરંતુ સ્પષ્ટપણે સામે મૂકી દીધી હતી, જે વાતચીતમાં પારદર્શિતા દર્શાવે છે.

ઘણા યુઝર્સે જમવાની વ્યવસ્થા, સોશિયલ મીડિયાની વાતો અને વાસ્તવિક જીવનના નિર્ણયોને લઈને કટાક્ષભરી તેમજ રમૂજી ટિપ્પણીઓ પણ કરી.

ગધેડાને બનાવી લીધી પોતાની પર્સનલ રાઈડ! કૂતરાની મસ્તી જોઈને હસી પડશો, Video થયો વાયરલ

Follow Us
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
જામનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ! 932 લીટર ઘી જપ્ત
જૂનાગઢમાં સિંહણનો જીવલેણ હુમલો! ખેતરમાં કામ કરતા આધેડનું મોત
જૂનાગઢમાં સિંહણનો જીવલેણ હુમલો! ખેતરમાં કામ કરતા આધેડનું મોત
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
g clip-path="url(#clip0_868_265)">