Viral: બસ અંદર ઘુસી મહિલાએ ડ્રાઈવરને માર માર્યો, લોકોએ કહ્યું ‘એક તો ચોરી ઉપરથી સીના જોરી’
આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શન લખ્યું છે કે, 'મહિલા દ્વારા ડ્રાઈવરને માર મારવો બિલકુલ ખોટું છે, તે નિંદનીય છે. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.
ઈન્ટરનેટની દુનિયા (Social Media)માં દરરોજ કોઈને કોઈ વીડિયો છવાયેલો રહે છે. હાલમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા બસ ડ્રાઈવર સાથે હાથાપાઈ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સ્થાનિક પત્રકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યો છે. જેમાં એક મહિલા ગુસ્સામાં બસની ડ્રાઈવર સીટ પર બેઠેલા એક પુરુષને મારી રહી છે. આ મુદ્દે IPS ઓફિસર દીપાંશુ કાબરા (Dipanshu Kabra, IPS)એ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી.
મામલો આંધ્રપ્રદેશના વિજયવાડાનો છે. જ્યાં એક મહિલા રોંગ સાઈડમાં જઈ રહી હતી ત્યારે સરકારી બસે તેની સ્કૂટીને ટક્કર મારી હતી. જે બાદ મહિલા બસ ડ્રાઈવરને મારતી જોવા મળી રહી છે. ડ્રાઇવરનો કોલર પકડીને, તેણી તેના પર ધમકીભર્યા રીતે બૂમો પાડતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ડ્રાઈવરને ખેંચીને બહાર લાવવા માંગતી હતી, પરંતુ ડ્રાઈવર પોતાનો બચાવ કરતો જોવા મળે છે. આ દરમિયાન મહિલાએ બસમાં જ ડ્રાઈવરને જોરદાર માર માર્યો હતો.
#FireFiresTheFire: A woman attacked @apsrtc city bus driver indiscriminately in #Vijayawada complaining that the bus had hit her scooty. She is driving scooter in wrong direction.@VjaCityPolice filed a case against her.#AndhraPradesh@APPOLICE100 pic.twitter.com/3Se1Uavjsp
— Phanindra Papasani (@PhanindraP_TNIE) February 9, 2022
આ વીડિયોને IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે, જેની સાથે તેમણે કેપ્શન લખ્યું છે કે, ‘મહિલા દ્વારા ડ્રાઈવરને માર મારવો બિલકુલ ખોટું છે, તે નિંદનીય છે. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
महिला द्वारा ड्राइवर से मार-पीट करना बिलकुल गलत है, निंदनीय है. किसी को कानून हाथ में लेने का हक नहीं.@VjaCityPolice ने केस दर्ज कर सही किया.
साथ ही मामले यदि ड्राइवर की भी गलती हो, तो उसकी जांच कर उचित कार्यवाही होनी चाहिए. https://t.co/4IxuA0xuB2
— Dipanshu Kabra (@ipskabra) February 10, 2022
हर समय एक जैसा नहीं होता ठीक उसी प्रकार हर समय पुरूष ही गलत नहीं होता हैं कहीं कहीं महिला भी गलत करतीं हैं। आज-कल महिलाओं की मानसिकता यह है कि हम कुछ भी करें पर थाने व अन्य किसी भी स्थान पर सुनवाई तो हमारी ही होंगी।
कार्यवाही सच्चाई और इंसाफ की होनी चाहिए न कि किसी भी पक्ष की।
— Aftab Aalam (@AftabAa49977055) February 10, 2022
महिला है इसका मतलब ये नहीं कि खुलेआम मार पीट करे बात करके भी मामला शांत किया जा सकता था महिला के ऊपर भी ऐसे ही कार्यवाही होनी चाहिए।
— SURAJ KUMAR (@SurajK2011) February 11, 2022
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આજકાલ મહિલાઓ મહિલા અને છોકરી હોવાનો ફાયદો ઉઠાવી રહી છે, જેમ કે લખનૌની છોકરી, બેંગ્લોરની છોકરી હવે આ…! પુરુષો દરેક જગ્યાએ ખોટા નથી હોતા. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મહિલા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: e-NAM સાથે જોડવામાં આવી રહી છે તમામ સુવિધાઓ, હવે એક જ જગ્યાએ 1.75 કરોડ ખેડૂતો મેળવી શકશે આ લાભ
આ પણ વાંચો: Technology News: તમારી મનપસંદ ભાષામાં Telegram પર મોકલી શકો છો મેસેજ, જાણો કેવી રીતે