આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના ઘરમાં કૂતરા અને બિલાડીઓને રાખવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો એવા છે જેમણે વિકરાળ જંગલી પ્રાણીઓને પણ પાળવાનું શરૂ કર્યું છે. આવા પ્રાણીઓ, જેમની સંભાળ અને તેમની સાથે મજા કરવી એ મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાસ્તવમાં વાયરલ ક્લિપમાં એક માણસ પાળેલા સિંહ સાથે રમતા જોવા મળે છે પરંતુ બીજી જ ક્ષણે વીડિયોમાં કંઈક એવું થાય છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ઘરના આંગણામાં સાંકળે બાંધેલા સિંહ સાથે મસ્તી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો વ્યક્તિ સિંહને અડવાનો પ્રયાસ કરે છે, ‘જંગલનો રાજા’ તરત જ ગર્જના કરે છે અને માણસ પર હુમલો કરે છે. આ દરમિયાન વ્યક્તિની હાલત જોવા જેવી છે. તે ડરી જાય છે જાણે તેણે યમરાજને જોયો હોય. તમે જોઈ શકો છો કે સિંહ માણસનો પગ પકડી લે છે. તે પછી જે થાય તે તમે જાતે જ આ વીડિયોમાં જુઓ.
સિંહના હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર earth.reel નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં સેંકડો લાઈક્સ આવી ચૂકી છે, જ્યારે અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.
એક યુઝરે લખ્યું છે કે, આ કૂતરો નથી, જેણે તેને પટ્ટાની જેમ બાંધી દીધો છે. યુઝર કહે છે, સિંહ તેના પર હુમલો નથી કરી રહ્યો, તે ફક્ત તેની સાથે બિલાડીની જેમ રમવા માંગે છે. અન્ય યુઝરે કોમેન્ટ્સ કરી છે કે, જંગલી પ્રાણી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય. તમે જીવો છો તેની ઉજવણી કરો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, સિંહો સાથે આ રીતે રમવું મૂર્ખતા છે.