Weird Food : લો બોલો, હવે આ જ જોવાનું બાકી હતું, બજારમાં આવી છે ‘માછલી ચા’ – Watch Video
જો કે ચા અનેક પ્રકારની બને છે, પરંતુ શું તમે ક્યારેય માછલીની બનેલી ચા પીધી છે? જો નહીં તો તમે આ વીડિયો જોઈને રેસીપી શીખી શકો છો. આ વીડિયો જોયા પછી દરેકનો ગુસ્સો ચરમસીમા પર છે.

સોશિયલ મીડિયામાં વારનવાર વિયર્ડ ફૂડના વીડિયો વાયરલ થતાં રહે છે. ખોરાક અંગેના એક્સપરિમેન્ટ વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. જ્યાં ખાણીપીણીના વિક્રેતાઓ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહે છે. દર વખતે જરૂરી નથી કે દરેક ખોરાક સારા જ બને.
આ પણ વાંચો : ટર્કિશ આઈસ્ક્રીમ વેચનાર સામે ભાભીએ કર્યો જબરદસ્ત ડાન્સ, લોકો જોતા જ રહી ગયા, જુઓ-VIRAL VIDEO
ઘણી વખત વસ્તુઓ આ રીતે બનાવવામાં આવે છે. બસ આ જોઈને ક્યારેક મગજ બગડી જાય છે. હાલમાં જ ચા સાથે સંબંધિત એક એવો જ પ્રયોગ આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તમે તેને બનતી જોશો ત્યારે તમારે ખરેખર કહેવું પડશે કે શું આ રીતે પણ ચા બને છે.
ચા નો સ્વાદ દરેક જગ્યાએ સરખો જ હોય છે
દેશના કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો ચાનો સ્વાદ એક સરખો જ હોય છે અને તેને પસંદ કરવા વાળા પણ દરેક જગ્યાએ જોવા મળે છે. કેટલાક લોકોને ચામાં એટલી બધી પરફેક્શન જોઈએ છે કે તેઓ તેને કોઈ ચોક્કસ જગ્યાએથી જ પીવા ઈચ્છે છે. જો કે ચા અનેક પ્રકારની બને છે, પરંતુ શું તમે ક્યારેય માછલી સાથે ચા પીધી છે? જો નહીં તો તમે આ વીડિયો જોઈ શકો છો. પણ જોઈને જ મગજ બગડી જશે.
ચા નો વીડિયો અહીં જુઓ…
Where are Chai lovers? ☕ Here’s something for you pic.twitter.com/aDS0SjbmoW
— PRICE TRADER (@price_trader_) October 2, 2023
(Credit Source : @price_trader_)
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે લોકો જોઈ શકો છો કે પહેલા એક વુમન પહેલા પાણી, દૂધ અને પાંદડા મિક્સ કરીને સામાન્ય ચા બનાવે છે. આ દરમિયાન મહિલા માછલીનો નાનો ટુકડો લાવે છે અને તેને ઉકળતી ચામાં નાખે છે. જ્યારે તે ઉકળવા લાગે છે, ત્યારે તે માછલીના ટુકડાને પાછી બહાર કાઢી લે છે, ચાને ગળણી વડે ગાળે છે અને તેને ગ્લાસમાં રેડે છે. આ પછી, તે માછલીના રાંધેલા ટુકડાને લાકડી સાથે જોડે છે અને તેને કપ પર સરસ રીતે સેટ કરે છે.
આ વીડિયોને @price_trader_ નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 59 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.