Viral Video: લગ્નની સિઝન શરૂ થતાં જ ઈન્ટરનેટ પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતાં જોવા મળી રહ્યા છે, જેમાં કેટલાક વીડિયોમાં દુલ્હનની ગ્રાન્ડ એન્ટ્રી, દુલ્હનનો ડાન્સ અને દુલ્હનનો સ્વૈગ (Bride Swag) લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આજકાલ આવો જ એક દુલ્હનનો સ્વૈગ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હાને જોઈને જે રીતે દુલ્હન બુમો પાડી રહી છે, તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.
પહેલાના જમાનામાં દુલ્હન લગ્ન મંડપમાં અવાજ પણ ઊંચો કરતી ન હતી, પરંતુ આજે ટ્રેન્ડ (Trend) કંઈક જુદો જ છે. આજની દુલ્હન બેફિકર થઈને લગ્નનો આનંદ માણે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન જેવી સ્ટેજની નજીક આવે છે, તે વરરાજાને જોઈને બુમો પાડતી જોવા મળી રહી છે.
મહેમાનોની વચ્ચે દુલ્હન કહે છે કે ‘રાહુલ, મને મંડપ સુધી લઈ જા’ .આ સાંભળીને લગ્નમાં હાજર મહેમાનો પણ હસવા લાગે છે અને બાદમાં વરરાજા દુલ્હનની આ ઈચ્છા પુરી કરતા જોવા મળે છે. આ દુલ્હનનો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ WedAbout નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું ‘શ્રદ્ધા આર્યની બ્રાઈડલ એન્ટ્રી ખાસ હતી કારણ કે વરરાજા તેને સ્ટેજ પર લઈ ગયા!
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે ‘જો તે તેની દુલ્હનને લઈ જતી વખતે પડી ગયો હોત તો શું થાત?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ દુલ્હન ખૂબ જ બેફિકર છે’ આ સિવાય અન્ય યુઝર્સ પણ દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Video : ભારે કરી ! યુવાને આ જગ્યા પર પડાવ્યો ફોટો, કેમેરાનો એંગલ બદલાતા લોકોના હોંશ ઉડી ગયા