કાલીઘેલી ભાષામાં ટેણિયાએ ગાયું જન..ગણ..મન.., લોકોએ કહ્યું-શબ્દો કરતાં લાગણી મહત્વની છે, જુઓ વીડિયો

|

Mar 09, 2024 | 2:53 PM

અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે કેટલીક રીલ કે પોસ્ટ શેર કરતો રહે છે. તેઓ દેશ અને સમાજને સુધારવાની વાત પણ કરે છે. હવે તેણે બાળકના શિક્ષણની જવાબદારી લેવાની વાત કરી છે.

કાલીઘેલી ભાષામાં ટેણિયાએ ગાયું જન..ગણ..મન.., લોકોએ કહ્યું-શબ્દો કરતાં લાગણી મહત્વની છે, જુઓ વીડિયો
anupam kher

Follow us on

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં એક બાળક જોવા મળે છે, જે તૂટેલી ફુટેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાતો જોવા મળી રહ્યો છે. અભિનેતાએ કહ્યું કે, આ બાળકની લાગણીને જુઓ. તે તેના શિક્ષણની જવાબદારી લેશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

અનુપમ ખેરે કહી આ વાત

અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે કેટલીક રીલ કે પોસ્ટ શેર કરતો રહે છે. તેઓ દેશ અને સમાજને સુધારવાની વાત પણ કરે છે. હવે તેણે બાળકના શિક્ષણની જવાબદારી લેવાની વાત કરી છે. તેણે એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બાળક જોવા મળી રહ્યો છે. તે ‘રાષ્ટ્રગીત’ ગાઈ રહ્યો છે. આ વીડિયો એકટરને એવો તો ગમ્યો કે અભિનેતાએ કંઈક એવું કહ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

બાળકનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક નાનું બાળક ક્યૂટ અંદાજમાં જન-ગણ-મન ગાતું જોવા મળી રહ્યું છે. અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતના એક ગામમાં આ નાનકડા બાળકને આપણું રાષ્ટ્રગાન ગાતા જોઈને કોઈએ સાચું કહ્યું છે, શબ્દો કરતાં લાગણીઓ વધુ મહત્વની છે.

કોઈએ મને આ વીડિયો વોટ્સએપ પર મોકલ્યો છે. જો બાળકના ઠેકાણાની જાણ થાય તો અનુપમ ખેર ફાઉન્ડેશન તેના જીવનભર તેના શિક્ષણની જવાબદારી ઉપાડી શકે છે. ઉત્સાહ સાથે આ આશાસ્પદ વ્યક્તિને નમસ્કાર. જય ભારત.

જુઓ નાના ટેણિયાનો વીડિયો….

‘રાષ્ટ્રગીત’ ગાતું બાળક

ખરેખર, વીડિયોમાં બાળક રાષ્ટ્રગીત ગાઈ રહ્યો છે પરંતુ એક પણ શબ્દ સાચો નથી. તે ફક્ત તેના શબ્દોને લયમાં બહાર કાઢે છે. તે જાણતો નથી કે તે ખોટું ગીત ગાય છે. શરૂઆતથી અંત સુધી, તે માત્ર જુસ્સાથી ગાય છે.

 

Published On - 2:49 pm, Sat, 9 March 24

Next Article