Viral Video : ભૂકંપ પહેલા તુર્કીના આકાશમાં જોવા મળ્યા હતા ચોંકાવનારા દ્રશ્યો, જાણો પશુ-પક્ષીઓની આ અનોખી શક્તિ પાછળનું રહસ્ય
એક બાદ એક આવેલા 5 ભૂકંપને કારણે તુર્કીનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. હાલમાં તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભૂકંપ પહેલા તુર્કીના આકાશમાં વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા હતા.
દુનિયા હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. તુર્કી અને સીરીયામાં ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 15,000 લોકોના મોત થયા છે.એક બાદ એક આવેલા 5 ભૂકંપને કારણે તુર્કીનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. હાલમાં તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભૂકંપ પહેલા તુર્કીના આકાશમાં વિચિત્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. ભૂકંપ પહેલા અને પછીના તુર્કીના સેટેલાઈટ ફોટોસ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Nature’s alarm system. We are not sufficiently tuned in to nature to hear it… https://t.co/jzjkQxCxsR
— anand mahindra (@anandmahindra) February 6, 2023
આ પણ વાંચો : Turkey-Syria Viral Video : દીકરાનો જીવ બચાવવા પિતાએ આપી દીધો જીવ, ભયકર ભૂકંપ પછી હ્દય દ્રાવક Video Viral
તુર્કીનો આ ચોંકાવનારો વીડિયો બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ પણ શેયર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં તુર્કીના 7.8ના વિનાશકારી ભૂકંપ પહેલા પક્ષીઓ આકાશમાં આમતેમ વિચિત્ર હરકતો કરતા જોવા મળી રહ્યાં છે. તેમને ભૂકંપ પહેલાનો અંદાજ આવી ગયો હતો, તેથી તેઓ અન્યને આ રીતે એલર્ટ આપી રહ્યાં હતા.
પશુ-પક્ષીઓને પહેલા જ થઈ જાય છે ભૂકંપનો આભાસ
પશુ-પક્ષીઓ એવા જીવ હોય છે જેમને ભૂકંપ જેવી કુદરતી આફતોનો અદાજ પહેલા જ આવી જાય છે. જમીનની નીચેથી ભૂકંપના શોક વેવ પહેલા એક નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગો આવતી હોય છે. આ નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગોને માણસો સાંભળી શકતા નથી. પશુ-પક્ષીઓ માટે આ તરંગો ડરામણા અવાજ જેવો હોય છે, તેથી જ તેઓ દુર્ઘટના પહેલા વિચિત્ર હરકતો કરવા લાગે છે.
પશુ-પક્ષીઓ આ રીતે ભૂકંપ પહેલા આપે છે સંકેત
બિલાડી અચાનક રડવા લાગે, શ્વાન અચાનક ભોંકવા લાગે, સાપ પોતાના રહેઠાણમાંથી બહાર નીકળી આમતેમ ભાગે, પક્ષીઓ આકાશમાં વિચિત્ર કલબલાટ કરે, પાણીના જીવો પાણીથી દૂર કિનારા તરફ આવવા લાગે ત્યારે સમજવું કે ભૂકંપ જેવી વિચિત્ર દુર્ઘટના થવાના સંકેતો છે.