Viral Video: શિક્ષકે રમત-રમતમાં નાના બાળકોને શીખવ્યું કે આગ લાગે તો કેવી રીતે બચવું, જુઓ વાયરલ વીડિયો

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઉત્તમ સીખ આપતી જોવા મળે છે, જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. શિક્ષકે બાળકોને કહ્યું કે, આગ લાગે છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું જોઈએ. બાળકો આગ લાગે તે સમયે શું કરવું અને કેવી રીતે બચવું તે જાણતા હોતા નથી. આગ લાગે છે ત્યારે બાળકો ઘણીવાર ધુમાડાને કારણે બેભાન થઈ જાય છે અને તેમનો જીવ જોખમમાં મુકાય છે.

Viral Video: શિક્ષકે રમત-રમતમાં નાના બાળકોને શીખવ્યું કે આગ લાગે તો કેવી રીતે બચવું, જુઓ વાયરલ વીડિયો
Teacher Student Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 4:17 PM

બાળકોને દરેક પ્રકારની શિક્ષા આપવી જોઈએ. માત્ર અભ્યાસ જ મહત્ત્વનું નથી પરંતુ દુનિયા સાથે કેવી રીતે તાલ મિલાવી શકાય તે પણ શીખવવું જરૂરી છે. ઘણી શાળાઓમાં (School) ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોને (Students) વિવિધ પ્રકારની ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને જુદા-જુદા સ્પોર્ટ્સમાં પાર્ટીશિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તો ઘણી વખત તેમને મુશ્કેલીના સમયમાં કેવી રીતે ટકી રહેવું તે વિશે જણાવવામાં આવે છે.

આગ લાગે ત્યારે તેનાથી કેવી રીતે બચવું

હાલમાં આ પ્રકારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક શિક્ષિકા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઉત્તમ સીખ આપતી જોવા મળે છે, જે ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે. શિક્ષકે બાળકોને કહ્યું કે, આગ લાગે છે ત્યારે તેનાથી કેવી રીતે બચવું જોઈએ. બાળકો આગ લાગે તે સમયે શું કરવું અને કેવી રીતે બચવું તે જાણતા હોતા નથી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બાળકોએ આ સમસ્યાથી કેવી રીતે બચવું

આગ લાગે છે ત્યારે બાળકો ઘણીવાર ધુમાડાને કારણે બેભાન થઈ જાય છે અને તેમનો જીવ જોખમમાં મુકાય છે. શિક્ષકે બાળકોને આ સમસ્યાથી કેવી રીતે બચવું તે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે શાળા પરિસર જ ધુમાડામાં લપેટાઈ ગયું છે અને બાળકો રૂમાલથી મોઢું ઢાંકીને બહાર દોડી રહ્યા છે. આ એક સીખ છે, જે દરેક બાળકોએ શીખવી જોઈએ.

અહીં જુઓ વીડિયો

આ અદ્ભુત વિડિયો નાગાલેન્ડના મંત્રી તેમજેન ઈમ્ના અલોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, Wow, खेल-खेल में क्या बढ़िया बात बेहतरीन तरीके से सिखाई! માત્ર 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે અનેક લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ પણ વાંચો : Viral Video: વિકલાંગ બનીને એક વ્યક્તિ ભીખ માંગી રહ્યો હતો, પૈસા મળતા જ એવું કર્યું કે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય, જુઓ વીડિયો

વીડિયો જોયા બાદ લોકોએ જુદી-જુદી કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યુ કે, આપણી શાળાઓમાં આવી વસ્તુઓ કેમ શીખવવામાં આવતી નથી?’ અન્ય એક યુઝરે લખ્યું કે, હવે કોઈએ આવી ગેમ્સ રમીને બાળકોને મોબાઈલની લતમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરવી જોઈએ. મજા આવશે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">