Viral Video: વિકલાંગ બનીને એક વ્યક્તિ ભીખ માંગી રહ્યો હતો, પૈસા મળતા જ એવું કર્યું કે માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય, જુઓ વીડિયો
જેમણે પણ કહ્યું છે તે સાચું જ કહ્યુ છે કે, આ કળિયુગ છે. તેથી જે દેખાય છે તે હોતુ નથી અને જે હોય છે તે દેખાતું નથી. તમે આવા અનેક ઉદાહરણો જોયા હશે. પરંતુ હાલમાં જે વાયરલ વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે. આ વીડિયો એક ભિખારીનો છે, જેમાં તે રસ્તા પર લોકો પાસેથી ભીખ માંગતો જોવા મળે છે. ત્યારબાદ તેને પૈસા મળતા જ તે કંઈક એવું કરે છે કે, તમારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.
સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ (Viral Video) થાય છે. તેમાંથી કેટલાક વિડીયો એવા છે કે તેને જોયા બાદ લોકોને આનંદ આવે છે. ઘણી વખત આપણને આવા વિડીયો જોવા મળે છે જે જોઈને આપણને ગુસ્સો પણ આવે છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક ભિખારીનો છે. આ જોઈને લોકો ખૂબ જ સ્તબ્ધ થઈ ગયા છે.
તમને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે
જેમણે પણ કહ્યું છે તે સાચું જ કહ્યુ છે કે, આ કળિયુગ છે. તેથી જે દેખાય છે તે હોતુ નથી અને જે હોય છે તે દેખાતું નથી. તમે આવા અનેક ઉદાહરણો જોયા હશે. પરંતુ હાલમાં જે વાયરલ વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમને માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે. આ વીડિયો એક ભિખારીનો છે, જેમાં તે રસ્તા પર લોકો પાસેથી ભીખ માંગતો જોવા મળે છે. ત્યારબાદ તેને પૈસા મળતા જ તે કંઈક એવું કરે છે કે, તમારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.
અહીં વિડિયો જુઓ
View this post on Instagram
કારમાંથી ભિખારીનો વીડિયો શૂટ કર્યો
વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં એક વ્યક્તિ પોતાની કારમાંથી ભિખારીનો વીડિયો શૂટ કરતો જોવા મળી રહ્યો છે. જે રસ્તા પર ભીખ માંગતો જોવા મળી રહ્યો છે. આ માણસની હાલત એવી છે કે જેને જોઈને કોઈ પણ વ્યક્તિને દયા આવી જાય. ત્યારબાદ કારમાં બેઠેલો કોઈ વ્યક્તિ તેને ભીખ આપે છે. જેવા તેને પૈસા મળે છે કે તરત જ તેના સાચા રંગો દેખાડે છે અને તે ત્યાંથી ચાલવા લાગે છે.
આ પણ વાંચો : Viral Video : કોચિંગમાં જવાનું કહી કેફેમાં મઝા માણી રહ્યો હતો દીકરો, ગુસ્સોમાં પિતાએ બધાની વચ્ચે ધોઈ નાંખ્યો
વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો
આ વીડિયોને byocelebs નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજારો લોકોએ આ વીડિયોને જોયો છે અને લાઈક પણ કર્યો છે. આ સિવાય યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો