AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બાળકો શિક્ષણના પાઠ ક્રિકેટ થકી શીખે એ માટે નવતર પ્રયોગ, ‘criiio 4 good’ નામથી ક્રિકેટ ક્લિનિક શરૂ થશે

સરકારી શાળાના બાળકોનું ભણતર સાથે જીવન ઘડતર પણ થાય એ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિમાં અભ્યાસ સાથે રમતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગ બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવા માટે ક્રિકેટની રમતનો સહારો લીધો છે.

Ahmedabad: બાળકો શિક્ષણના પાઠ ક્રિકેટ થકી શીખે એ માટે નવતર પ્રયોગ, 'criiio 4 good' નામથી ક્રિકેટ ક્લિનિક શરૂ થશે
Ahmedabad
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 28, 2023 | 8:05 PM
Share

Ahmedabad : કોઈપણ ટીમ ગેમ ખેલાડીને લીડરશીપ, નિર્ણયશક્તિ, લક્ષ્યાંક અને ટીમ ભાવના શીખવતી હોય છે. આ તમામ જીવનમૂલ્યો સરકારી શાળાના વિદ્યાર્થીઓ ક્રિકેટ થકી શીખે એ માટે ICC, BCCI, યુનિસેફ અને કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ‘criiio 4 good’ પ્રોજેકટ હેઠળ સરકારી શાળાના બાળકોને શિક્ષણ ક્રિકેટ અને એના થકી જીવનના પાઠ ભણાવવામાં આવશે. જે માટે દેશની પ્રથમ ક્રિકેટ ક્લિનિક અમદાવાદમાં શરૂ થશે.

આ પણ વાંચો Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video

સરકારી શાળાના બાળકોનું ભણતર સાથે જીવન ઘડતર પણ થાય એ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નવી શિક્ષણનીતિમાં અભ્યાસ સાથે રમતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગ બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવા માટે ક્રિકેટની રમતનો સહારો લીધો છે. ક્રિકેટની રમત દ્વારા વિદ્યાર્થીઓને નેતૃત્વ, લક્ષ્યાંક પ્રાપ્તિ, નિર્ણય શક્તિ વગેરે જેવા ગુણ ડેવલોપ થાય તે માટે વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત સાથે જોડવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષા વિભાગ ICC, BCCI અને યુનિસેફ સાથે મળીને ‘criiio 4 good’ એટલે કે ક્રિકેટ ફોર ગુડ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, BCCI સેક્રેટરી જય શાહ અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીની હાજરીમાં પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત માટે તૈયાર કરવામાં આવશે.

ક્રિકેટના માધ્યમથી વિદ્યાર્થિઓને બાળપણમાં જ નેતૃત્વ, નિર્ણયશક્તિ વગેરે જેવી બાબતોથી જીવનનું ઘડતર થાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં શાળા કક્ષાએ જે વિદ્યાર્થીઓ ક્રિકેટમાં રસ ધરાવતા હોય અને જાણકાર હોય તેમને અલગ તારવી પસંદગી કરવામાં આવશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરો અને વિશેના જાણકારી દ્વારા વિદ્યાર્થિઓ ને તાલિમ અપવમાં આવશે.

યુવતીઓની ભાગીદારી વધે એ માટે ‘criiio 4 good’ : ધર્મેન્દ્ર પ્રધાન

દરેક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધી રહી છે ત્યારે ક્રિકેટમાં પણ મહિલાઓની ભાગીદારી વધે એના ભાગરૂપે આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે. પ્રોજેક્ટ લોન્ચિંગ સમયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી સ્મૃતિ મંધાના પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને મહિલા ક્રિકેટર તરીકેની પોતાની સફર જણાવી વિદ્યાર્થીનીઓને ક્રિકેટ પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો પ્રયત્ન કર્યો.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે યુવતીઓની રમતમાં ભાગીદારી વધારવા માટે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જી-20ના ફંડામેન્ટલમાં પણ જેન્ડર ઇક્વાલિટીની વાત થઈ હતી. આ સિવાય દેશની રાજનીતિમાં મહિલાઓ માટે પણ 33% બિલ લાવી અમારી સરકાર મહિલાઓની ભાગીદારી વધારવા માટે નિર્ણાયક કામ કરી રહી છે. ક્રિકેટથી લીડરશીપ, નિર્ણયશક્તિ, ગોલ અને ટીમવર્કના ગુણો યુવતીઓ શીખશે. એના જ માધ્યમથી દીકરીઓમાં સેલ્ફ કોન્ફિડન્સ અને જીવનના અનેક પાઠ પણ શીખવા મળશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
ડૉક્ટરની ચિઠ્ઠી વગરની કફ સિરપ પિવડાવતા બાળકીનું શંકાસ્પદ મોત
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
g clip-path="url(#clip0_868_265)">