AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ટામેટા ચોરીનો પ્રયત્ન કરી રહ્યો હતો આ વ્યક્તિ, તરત સાપે કર્યો હુમલો

દરેક વાનગીમાં ઉપયોગમાં લેવાતા ટામેટા આજે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે. ટામેટાના ભાવ એટલા બધા વધ્યા છે કે તેની સુરક્ષા માટે હવે બાઉન્સર રાખવા પડે છે. કારણ કે દેશના અલગ અલગ વિસ્તારોમાં દુકાન-ખેતરોમાંથી ટામેટાની ચોરી થઈ રહી છે.

Viral Video: ટામેટા ચોરીનો પ્રયત્ન કરી રહ્યો હતો આ વ્યક્તિ, તરત સાપે કર્યો હુમલો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:40 AM
Share

Viral Video: જે ટામેટા પહેલા ભોજનની થાળીમાંથી પેટમાં જતા હતા, તે ટામેટા હવે ધમાલ મચાવી રહ્યા છે. ના ના, ટામેટાએ કોઈના પેટમાં નહીં પણ દેશના સામાન્ય માણસના દિવસમાં ધમાલ મચાવી છે. દેશમાં ટામેટાના વધતા જતા દરને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે.

ટામેટાના વધતા જતા દરની સાથે તેની ચોરીના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે, જે બાદ દુકાનદારોએ ટામેટાની ચોરી અટકાવવા માટે બાઉન્સર પણ રાખ્યા હતા. આવો જ એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ઝેરી સાપ ટામેટાને (Tomato) બચાવી રહ્યો છે.

દેશમાં ટામેટાના વધતા જતા દરને કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. જેના કારણે ઘણા શાકભાજી વિક્રેતાઓએ ટામેટાંનું વેચાણ પણ બંધ કરી દીધું છે. દેશના કેટલાક ભાગોમાં ટામેટાં 300 રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ ભાવે વેચાય છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણી જગ્યાએ ટામેટાના ભાવ આસમાને છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાપ ટામેટાને બચાવતો જોવા મળે છે. આ વીડિયોમાં એક ઝેરી કિંગ કોબ્રા લાલ-લાલ ટામેટાંની વચ્ચે બેઠો જોવા મળે છે, જે કોઈને પણ ટામેટાંની નજીક આવવા દેતો નથી. ટામેટા વચ્ચે આ સાપ તેનું રક્ષણ કરી રહ્યો છે. આ દરમિયાન એક વ્યક્તિએ ટામેટા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સાપે તેના પર હુમલો કર્યો.

આ પણ વાંચો : ફૂડ બ્લોગરે જ્વાળામુખીની અંદર બનાવ્યો પિત્ઝા, વીડિયો જોઈને યૂઝર્સ થયા આશ્ચર્યચકિત

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video: પ્લેનમાં ‘ભીખ’ માંગતો જોવા મળ્યો Pakistani વ્યક્તિ, Video થયો વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @mirzamdarif1 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને જંગ રહી ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને મનોરંજન પણ આપી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, હવે ટામેટાને બેંકમાં રાખો. બીજા એક યુઝરે લખ્યું છે કે, ટામેટા હવે સોના જેવું અમૂલ્ય થઈ ગયું છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે , હવે તો ટામેટાની રક્ષા સાપ પણ કરશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી રહી હતી.

આ પણ વાંચો : અરરરર…કઢી પાણીપુરી ? આવો અખતરો જોયો છે ક્યારેય ? Video તમારા રીસ્ક પર જો જો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">