વાયરલ વીડિયો: ગાયક હિમેશ રેશમિયાએ કર્યા માતા વૈષ્ણો દેવીના દર્શન, પગપાળા કરી મંદિર સુધીની યાત્રા
માતા વૈષ્ણો દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટા નેતાઓ અને ફિલ્મી કલાકારો પણ માતાના દરબારમાં હાજરી આપતા હોય છે. હાલમાં હિમેશ રેશમિયા પણ માતા વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચ્યા હતા. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
Singer Himesh Reshammiya : ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં ઘણા ધર્મોના ધાર્મિક સ્થળો છે. તેમાં હિન્દુ ધર્મના અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. આ મંદિરો સાથે ભારતના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. તેમાંથી એક હિન્દુઓનું મહત્વનું ધાર્મિક સ્થળ છે માતા વૈષ્ણોદેવી મંદિર. અહીં દેશ-વિદેશથી લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે. માતા વૈષ્ણો દેવીની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટા નેતાઓ અને ફિલ્મી કલાકારો પણ માતાના દરબારમાં હાજરી આપતા હોય છે. હાલમાં હિમેશ રેશમિયા પણ માતા વૈષ્ણો દેવીના દર્શન માટે પહોંચ્યા હતા. તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
હાલમાં બોલિવૂડના પ્રખ્યાત ગાયક હિમેશ રેશમિયાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા, તે સમયના આ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. તેમની સાથે એક પોલીસ જવાન પણ જોવા મળી રહ્યો છે. ગાયક હિમેશ રેશમિયા એ માતા વૈષ્ણો દેવીના મંદિર સુધી પગપાળા યાત્રા કરી હતી. માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આવેલા ભક્તો પણ હિમેશ રેશમિયાને જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા. તેમના કેટલાક ફેન્સ તેમની સાથે સેલ્ફી પડાવતા જોવા મળ્યા હતા. તેના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર અપલોડ થયા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
વૈષ્ણો દેવી મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. રોજ દેશ-વિદેશથી હજારો લોકો અહીં દર્શન માટે આવે છે. માતા વૈષ્ણો દેવી મંદિર જમ્મુના કતરામાં સ્થિત છે. તે ભારતમાં સૌથી ઊંચાઈ પર આવેલુ દેવી મંદિર છે. બોલીવૂડમાં માતા વૈષ્ણો દેવી માટે ઘણા ગીત બન્યા છે. જેને ભક્તો ભક્તિભાવથી ગાતા અને સાંભળતા હોય છે. ચાલો જાણીએ એ ગીતો વિશે.
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ…
રાજેશ ખન્ના અને શબાના આઝમીની ફિલ્મ અવતારનું ગીત ‘ચલો બુલાવા આયા હૈ માતા ને બુલા હૈ…’ ભજન ગાયકો નરેન્દ્ર ચંચલ, આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર દ્વારા ગાયુ હતુ. આ ગીત ભારતના ઘર ઘર સુધી પહોંચ્યુ હતુ. તે એટલુ પ્રખ્યાત થયુ હતુ કે જાણે તે માતા વૈષ્ણો દેવી મંદિરનું એન્થમ બની ગયુ હોય. આ ગીત સાંભળીને લોકો માતાની ભક્તિમાં લીન થઈ જતા હોય છે. ગાયક ગુલશન કુમારના ગીતો પણ લોકો વચ્ચે પ્રખ્યાત થયા હતા.