Video : વરરાજાએ તો ભારે કરી ! મંડપમાં રિસાયેલા વરરાજાને મનાવતી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તાજેતરમાં એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા જે રીતે રિસાઈ જાય છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.
Viral Video : ઇન્ટરનેટ પર અવાર નવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. લગ્નની વિધિ અને ડાન્સ સોશિયલ મીડિયા યુઝર્સને કન્ટેન્ટ પુરૂ પાડે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા મંડપમાં રિસાઈને મોં ખુલાવીને ઉભા રહી જાય છે, જ્યારે દુલ્હન તેને મનાવી રહી છે. આ રમુજી વીડિયો (Funny Video) હાલ સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
મંડપમાં મોં ફુલાવીને રિસાઈ ગયા વરરાજા
સામાન્ય રીતે લગ્ન પ્રસંગે વર અને દુલ્હનના ચહેરા પર હંમેશા સ્મિત જોવા મળે છે, પરંતુ આ લગ્ન થોડા અલગ છે. લગ્નમાં વરરાજા એટલા તો ગુસ્સે થઈ જાય છે, કે મંડપમાં મોં ફુલાવીને ઉભા રહી જાય છે. જો કે દુલ્હન (Bride) તેને મનાવવાની લાખ કોશિશ કરે છે, છતા વરરાજા એક ના બે થતા નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
દુલ્હને ખુબ મનામણા કર્યા, છતા ન માન્યા વરરાજા
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન સ્ટેજ પર વરરાજાને મીઠાઈ ખવડાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વરરાજા (Groom) મીઠાઈ ખાવા માંગતા નથી, તે ફરી ફરી માથું ફેરવવાનું શરૂ કરે છે. આ દરમિયાન દુલ્હનનાના એક્સપ્રેશન જોઈને તમે પણ સમજી ગયા હશો કે તેને પણ ગુસ્સો આવી રહ્યો છે. આ લગ્નના વીડિયોએ ઈન્ટરનેટ પર ધુમ મચાવી છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Ekmohabbataisibhi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, એવું લાગે છે કે વરરાજા બળજબરીથી લગ્ન કરી રહ્યા છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, તે ગુટખા ખાઈ રહ્યો છે, તેથી મોં ખોલી શકતો નથી. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : કાકાએ ગજબનો જુગાડ કર્યો ! આ હાઈટેક સાઈકલને જોઈને વૈજ્ઞાનિકો પણ વિચારમાં પડી ગયા
આ પણ વાંચો : અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video