‘મેરા બલમા બડા સયાના’ ગીત પર બાળકી એ કર્યો જોરદાર ડાન્સ, ઝૂમી ઉઠયા શિક્ષકો અને વિદ્યાર્થીઓ
Viral Video: દરેક વ્યકિતને સ્કૂલના સમયમાં ઈત્તરપ્રવૃતિઓની સ્પર્ધાઓને કારણે પોતાના ટેલેન્ટને લોકો સામે પ્રદર્શિત કરવાની તક મળતી હતી. હાલમાં સ્કૂલનો આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ડાન્સના એક વીડિયો વાયરલ થતા રહે છે. આજકાલ સૌ કોઈ પોતાની અલગ ઓળખ બનાવવા માટે સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક અખતરાઓ કરે છે. આજે નાના બાળકથી લઈને મોટા વડીલ સુધી સૌ કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ટેલેન્ટને રજૂ કરે છે. દરેક વ્યકિતને સ્કૂલના સમયમાં ઈત્તરપ્રવૃતિઓની સ્પર્ધાઓને કારણે પોતાના ટેલેન્ટને લોકો સામે પ્રદર્શિત કરવાની તક મળતી હતી. હાલમાં સ્કૂલનો આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકોને પોતાની સ્કૂલના દિવસો યાદ આવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં એક સ્કૂલના કેમ્પસનો નજારો જોવા મળી રહ્યા છે. આ કેમ્પસમાં સ્કૂલની બહારનો નજારો, સ્કૂલ બસ અને શિક્ષકો-વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. તે બધા વચ્ચે એક નાની વિદ્યાર્થીની સ્કૂલ યુનિફોર્મમાં સુંદર ડાન્સ કરી રહી છે. તે એક રાજસ્થાની ગીત ‘મેરા બલમા બડા સયાના’ પણ સરસ મજાનો ડાન્સ કરી રહી છે. તેના ડાન્સ સ્ટેપ પણ એટલા સરસ છે કે આખી સ્કૂલ તેની સાથે ઝૂમી ઉઠે છે. વાયરલ મીડિયામાં શિક્ષકો તેની હિંમત વધારવા તાળી પાડતા જોવા મળી રહ્યા છે. નાના વિદ્યાર્થીની ડાન્સે આખી સ્કૂલને ખુશ થવાની એક તક આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
प्रतिभा देखिये।👏🔥 pic.twitter.com/XzqxFCSAIm
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 9, 2022
આ મજેદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયસ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ…કેટલો સુંદર ડાન્સ ! બીજા એક યુઝરે લખ્યુ છે કે, વાહ…તેના ડાન્સને કારણે આખી સ્કૂલ ઝૂમી ઉઠી. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મને મારા સ્કૂલની યાદ આવી ગઈ.