Viral Video : મંદિરમાં પહેલીવાર જોવા મળ્યો ‘રોબોટિક હાથી’, પૂજારીએ આ રીતે કરી પૂજા
Robotic Elephant In Kerala: હાલમાં સોશિયલ મીડિયા પર કેરળના મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વિચિત્ર હાથી જોવા મળી રહ્યો છે. ચાલો જાણીએ તેના વિશે.
કેરળના મંદિરોમાં અલગ અલગ ઉત્સવો માટે હાથી મહત્વપૂર્ણ ભાગ બનતા હોય છે. ઘણીવાર આવા ઉત્સવોમાં હાથી ગુસ્સે થતા ભારે નુકશાનો પણ થાય છે. ઘણીવાર આસ્થાના નામ પણ લોકો આવા હાથીઓ પર અજાણ્યે જ હાથી પર અત્યાચાર કરતા હોય છે. આ તમામ સમસ્યાના સમાધાન માટે કેરળમાં ચાર લોકોએ એક રોબોટિક હાથી તૈયાર કર્યો છે. આ રોબોટિક હાથીનો વીડિયો હાલમાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આવો હાથી તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.
આ રોબોટિક હાથીને કેરળના કૃષ્ણ મંદિરને સમર્પિત કરવામાં આવ્યો છે. આ હાથીનો ઉપયોગ જીવિત હાથીને બદલે ઉત્સવો અને જૂલૂસમાં કરવામાં આવશે. આ હાથીનું નામ ‘ઈરિંજદનપિલ્લી રામન’ રાખવામાં આવ્યું છે. આ હાથીને પાંચ લાખ રુપિયામાં ખરીદ્યો છે. આ હાથી પોતાના માથા, આંખો, મોં અને કાનોને સાચા હાથીની જેમ હલાવે છે. આ રોબોટિક હાથીનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તેના માટે ખાસ પૂજા થતી જોવા મળી રહી છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
கேரளாவில் உள்ள இரிஞ்சாலக்குடை கோயிலில் 10 அடி உயரமும் 800 கிலோ எடையுள்ள ரோபா யானை, பயன்பாட்டுக்கு வந்துள்ளது…#RoboticElephant pic.twitter.com/uU96rgvmyq
— Sridharan K (@reportersridhar) February 27, 2023
India’s first-ever life-sized robotic elephant greets devotees in #Kerala.
The e-elephant is made of metal, rubber sheets & uses motors to move its head, ears & tail.@PetaIndia says this initiative encourages more temples to adopt e-elephants.
Watch: https://t.co/oHvfen6VbF pic.twitter.com/cBBLeapqN6
— South First (@TheSouthfirst) February 27, 2023
આ પણ વાંચો : Viral Video : ફૂટબોલના મેદાન પર થયો રમકડાનો વરસાદ, ભૂકંપગ્રસ્ત બાળકો માટે વરસ્યો પ્રેમ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ, ખુબ સારી પહેલ છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સોશિયલ મીડિયા પર રોજ કઈ નવું જોવા મળી રહ્યું છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,મેરા દેશ બદલ રહા હૈ. આવી અનેક પ્રતિક્રિયા આ રોબોટિક હાથીના વીડિયો પર જોવા મળી હતી.