Viral Video : ચપ્પૂ કરતા પણ ધારદાર છે આ માછલીના દાંત, મગરને વચ્ચેથી ફાડીને ખાદ્યો
Trending Video : સોશિયલ મીડિયા પર હજારો વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો જોઈને લોકો દંગ રહી જાય છે કે શું આવી ઘટના ખરેખર બની હશે ? હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Shocking Video : મોટા પ્રાણીઓ નાના પ્રાણીઓને ખાય છે, વર્ષોથી આ જીવનચક્ર ચાલી રહ્યુ છે. એટલે જ આપણી પૃથ્વી વર્ષોથી સતુંલિન રીતે ચાલી રહી છે. જો આ જીવનચક્રમાં કોઈ ખલેલ પડે તો તેની અસર સૌ કોઈ પર પડે છે. પણ કેટલીકવાર એવી ઘટના બને છે જ્યારે પહેલા ક્યારે બની નહીં હશે. મગર અને માછલી, તમને શું લાગે છે આ બંને જીવમાંથી કોણ સૌથી વધારે તાકાતવર છે ? તમારો જવાબ હશે મગર. હાલનો વાયરલ વીડિયો (Viral Video) જોઈને તમને તમારા જવાબ પર શંકા થશે.
એમેઝોન જંગલોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મરેલો મગર જોવા મળી રહ્યો છે. આ મગરનું અડધુ શરીર કપાયેલુ છે. આ કોઈ મોટા જંગલી પ્રાણીએ નથી કર્યુ, આ કામ એક નાની પિરાન્હા માછલીએ કર્યું છે. આ માછલીના દાંત એટલા ધારદાર હોય છે કે જેની મદદથી તે કોઈપણ પ્રાણીના માંસને કાપીને ખાઈ શકે છે. જોકે, મગરને મારવાનું કામ કોઈ બીજા પ્રાણીએ કર્યું હોય તેવુ કહી શકાય.
આ પણ વાંચો : Wimbledon 2023 Video : કાર્લોસ અલ્કારાઝ બન્યો વિમ્બલ્ડનનો નવો ચેમ્પિયન, 10 વર્ષ બાદ તૂટી નોવાક જોકોવિચની બાદશાહત
આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો
View this post on Instagram
આ પણ વાંચો : Inter Miami અને Lionel Messi વચ્ચે થયો સત્તાવાર કરાર, શુક્રવાર સુધીમાં ટીમમાં જોડાશે, 2025 સુધી આ ક્લબ સાથે રમશે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @haynfishkeeper નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને દંગ રહી ગયા છે.
પિરાન્હા માછલી ખુબ ખતરનાક હોય છે. ભારતના મતસ્ય વિભાગ અનુસાર, આપણા દેશમાં આવી માછલી આંધ્ર પ્રદેશમાં જોવા મળે છે. આ માછલી લોહીની સૂંઘીને અટેક કરે છે. આ માછલી ખુબ જ હિંસક પ્રવૃતિની હોય છે. તે માત્ર 30 સેકેન્ડમાં હાડકાને ખાઈ શકે છે. જો આવી માછલી કોઈ માણસને ખાઈ જાય તો તેના જીવને જોખમ રહે છે.
આ પણ વાંચો : Yashasvi Jaiswalએ પરિવારને આપી ભેટ, પરિવાર 5BHK ફ્લેટમાં શિફ્ટ થયો
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો