Video : મૂનવોક કરતા કબૂતરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, વીડિયો જોઈને તમે પણ હસી હસીને લોટ પોટ થઈ જશો
હાલમાં કબૂતરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કબૂતર જે રીતે મૂન વોક કરી રહ્યું છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
Funny Video: પ્રાણીઓ અને પક્ષીઓ સંબંધિત વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) પણ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે પક્ષીઓની પરેડ જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ પક્ષીને મૂન વોક (Moon Walk) કરતા જોયુ છે? જી હા તમને જાણીને આશ્ચર્ય થશે. પરંતુ આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં એક કબૂતર (Pigeon) જે રીતે મૂન વોક કરી રહ્યુ છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
કબૂતરનું અનોખુ મૂન વોક જોઈને લોકો આશ્ચર્યચકિત થયા
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેમેરો ઓન થતાં જ કબૂતર ડાન્સ (Dance) કરવા લાગે છે. તે એક જ સેકન્ડમાં ગતિ પકડી લે છે અને માઈકલ જેક્સનની જેમ મૂનવોક શરૂ કરે છે. તેમજ લાંબા સમય સુધી આ સ્ટેપ્સ કરતુ જોવા મળે છે, તેનો ડાન્સ જોઈને એવું લાગે છે કે જાણે તે કોઈ પ્રોફેશનલ ડાન્સર પાસેથી ટ્રેનિંગ લીધી હોય..! આ કબૂતરનો મસ્તીભર્યો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
રમુજી વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી funanimalvids નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
કબૂતરનો આ અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે કબૂતર જાણે કોઈ પ્રોફેશનલ ડાન્સર હોય એ રીતે મૂન વોક કરી રહ્યું છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે આ પહેલા ક્યારેય આવુ મૂન વોક જોયુ નથી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral : સસલા અને કાચબા વચ્ચે જામી રેસ, વીડિયો વાયરલ થતા યુઝર્સને યાદ આવ્યુ બાળપણ