Viral : સસલા અને કાચબા વચ્ચે જામી રેસ, વીડિયો વાયરલ થતા યુઝર્સને યાદ આવ્યુ બાળપણ
તમે બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી જ હશે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે. જેમાં ફરી એકવાર સસલા અને કાચબાની રેસ જોવા મળી રહી છે.
Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ પ્રાણી સંબધિત (Animals) વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી રહ્યો છે. તમે બાળપણમાં સૌ કોઈએ સસલા (Rabbit) અને કાચબાની (Tortoise) વાર્તા સાંભળી જ હશે. ત્યારે વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમને ફરીથી બાળપણની યાદ આવી જશે.
વાર્તા વાસ્તવિક જીવનમાં પણ સાચી પડી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સસલા અને કાચબા વચ્ચે જબરદસ્ત રેસ (Race) ચાલી રહી છે, પરંતુ આ રેસમાં પણ વાર્તાની જેમ સસલું ઝડપથી આગળ નીકળી જાય છે અને અડધા રસ્તે જઈને અટકી જાય છે, પરંતુ કાચબો ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે, તેની રેસ પૂરી કરે છે. આ વીડિયો જોયા પછી તમે કહી શકો છો કે આપણે બાળપણમાં સાંભળ્યું હતું, તે વાસ્તવિકતામાં પણ સાચું સાબિત થયું.
જુઓ વીડિયો
“The hare and the tortoise” in fact pic.twitter.com/FYFx3OXJ1N
— The Entertainer.🧑🎤 (@haverkamp_wiebe) January 1, 2022
વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ
આ રેસનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @haverkamp_wiebe નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, વાસ્તવિક રીતે પણ કાચબો રેસ જીત્યો. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, બાળપણના દિવસો ફરી યાદ આવી ગયા.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, કાચબો ધીરજ રાખીને આગળ વધે છે,તેથી રેસ જીતી જાય છે.
આ પણ વાંચો : Video : પરીક્ષામાં ચોરી કરવા આ વિદ્યાર્થીએ લગાવ્યુ ગજબનુ દિમાગ, આ જુગાડ જોઈને તમને પણ હસવુ આવશે