Video : સ્કૂલ ડ્રેસ પહેરીને સાઈકલ ચલાવતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, વાંદરાની મસ્તી જોઈને લોકો હસીને લોટ પોટ થયા

|

Nov 20, 2021 | 2:37 PM

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વાંદરાનો ફની વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો વાંદરો સાઈકલ ચલાવતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ ક્યૂટ રિએક્શન આપી રહ્યા છે.

Video :  સ્કૂલ ડ્રેસ પહેરીને સાઈકલ ચલાવતા વાંદરાનો વીડિયો થયો વાયરલ, વાંદરાની મસ્તી જોઈને લોકો હસીને લોટ પોટ થયા
Monkey video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સને(Users)  ખુબ આશ્વર્ય થતુ હોય છે.તાજેતરમાં સોશિયલ મીડિયા(Social Media)  પર એક નાના વાંદરાએ(Monkey)  સૌ કોઈનુ ધ્યાન ખેંચ્યુ છે.તમે અત્યારસુધી બાળકોને સાઈકલ ચલાવીને સ્કૂલે (School) જતા જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય પ્રાણીને સાઈકલ (Bicycle) ચલાવતા જોયા છે? ઈન્ટરનેટ પર છવાયેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સાઈકલ ચલાવતો નાનો વાંદરો અજીબ હરકતો કરી રહ્યો છે, જેને જોઈને લોકો ક્યૂટ રિએક્શન પણ આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાંદરાએ ગ્રીન કલરનો યુનિફોર્મ પહેર્યો છે, જે પિંક કલરની સ્કૂલ બેગ સાથે સ્ટુડન્ટ લુકમાં સાઈકલ પર ફરતો જોવા મળે છે. તેની આ મસ્તી દરમિયાન ઘણા લોકો ઈશારો પણ કરે છે, પરંતુ તે અવગણના કરે છે અને તે તેની મસ્તીમાં મગ્ન રહે છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જુઓ વીડિયો

આ વાયરલ વીડિયો helicopter_yatra_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 32 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. યુઝર્સને વાંદરાની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો જોયા પછી મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘આ વીડિયો ક્લિપ ખરેખર ફની છે અને હું તેને જોઈને હસીને લોટ પોટ થઈ ગયો.’

 

આ પણ વાંચો: ના હોય ! બિલાડીને રોડ ક્રોસ કરાવવા માટે આ પોલીસકર્મીએ રોક્યો ટ્રાફિક, ક્યુટ વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ

આ પણ વાંચો: ભક્તિમાં ઓળઘોળ ! લડ્ડુ ગોપાલનો હાથ ખંડિત થતા પુજારી થયા ભાવવિભોર, ડોક્ટરે ચેકએપ કર્યુ પછી જ માન્યો આ ભક્ત,જુઓ Video

Next Article