Viral Video: જો તમે પણ જરૂરિયાતથી વધુ વર્કઆઉટ કરો છો તો આ વિડીયો જોઈને રૂંવાટા ઉભા થઇ જશે

તમારા શરીરને (Body) હંમેશા ફિટ અને મેન્ટેન રાખવા માટે તમારે યોગ્ય ડાયટ (Diet)અને વર્કઆઉટ (Workout) કરવું પડે છે. પરંતુ ઘણી વખત લોકો ને સમજી શકતા નથી અને જીમમાં જરૂરી કરતાં વધુ કસરત કરે છે. જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવું જ કંઈક આ વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.

Viral Video: જો તમે પણ જરૂરિયાતથી વધુ વર્કઆઉટ કરો છો તો આ વિડીયો જોઈને રૂંવાટા ઉભા થઇ જશે
Viral video of man getting heart failure

હાલ તો સોશિયલ મીડિયા (Social media) પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. રસોઈ, ગાયન, નૃત્ય, જાદુઈ યુક્તિઓથી લઈને તમામ પ્રકારના વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તો આ વચ્ચે લોકોના વર્કઆઉટ્સના વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. સેલિબ્રિટીઓથી માંડીને લોકપ્રિય ફિટનેસ ટ્રેનર્સ, લોકો કસરત અને વર્કઆઉટ્સના (Workout video)વીડિયો ખૂબ જ રસ સાથે જુએ છે.

પરંતુ ઘણી વખત લોકો પોતાના શરીર પર ધ્યાન આપ્યા વગર જરૂરીયાત કરતા વધારે કસરત કરે છે. જેમાં તેઓ પોતે ભોગ બને છે. આવું જ કંઈક આ વીડિયોમાં એક વ્યક્તિ સાથે થયું છે.

દુનિયાની દરેક વ્યક્તિ સંપૂર્ણ દેખાવા માંગે છે. એટલા માટે કેટલાક લોકો દરરોજ જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, જ્યારે ઘણા લોકો પાર્કમાં અને ઘરે કસરત કરે છે જેથી ફિટનેસ જળવાઈ રહે. ઘણા લોકો સ્ટેરોઇડ્સની મદદથી શરીર પણ બનાવે છે. પરંતુ તમારા શરીરને હંમેશા ફિટ અને મેન્ટેન રાખવા માટે મહેનત અને સમર્પણની સાથે સાથે યોગ્ય આહાર અને વર્કઆઉટ્સ કરવા પડે છે.

પરંતુ ઘણી વખત લોકો આ વાત સમજી શકતા નથી અને વિચારે છે કે વધુ કસરત કરવાથી ઝડપી અને સારું શરીર બની શકે છે. કદાચ આ વ્યક્તિએ કંઇક એવું જ વિચાર્યું હશે, જેની ભયંકર ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

સુરતના ગોલ્ડ જીમનો એક વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જીમની અંદર તબિયત ઠીક ના હોવાથી અંદરથી બહાર કરતા રહે છે. બેચેનીની સ્થિતિમાં આ વ્યક્તિ ક્યારેક સીડી પર બેઠો હોય છે અને ક્યારેક ચાલતો હોય છે. પછી અચાનક વ્યક્તિ પડી જાય છે અને બેભાન થઈ જાય છે. એવું કહેવાય છે કે 33 વર્ષીય વ્યક્તિને વધારે વર્કઆઉટને કારણે હાર્ટ ફેલ થઇ ગયું હતું. આ સમગ્ર ઘટના જીમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જિમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો ક્લિપ માત્ર એકબીજા સાથે શેર કરી રહ્યા નથી પરંતુ તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

આ વીડિયો જોઈને માત્ર નિયમિત વર્કઆઉટ કરનારા લોકો જ ડરી જાય છે, પરંતુ નિષ્ણાતો અને જિમ ટ્રેનર પણ લોકોને તેમના શરીર પ્રમાણે વર્કઆઉટ કરવાની સલાહ આપી રહ્યા છે અને થાક ન લાગે અથવા વધુ પડતી કસરત ન કરે. આ વિડીયો ખરેખર રૂંવાડા ઉભા કરી દે છે.

આ પણ વાંચો : બોલો ! ઓર્ડર મોડો આપવા બાબતે ઝઘડો થતા Swiggyના ડીલેવરી બૉયે રેસ્ટોરન્ટ માલિકને ગોળી ધરબી દીધી

આ પણ વાંચો :Atacama Desert: રણમાંથી બહાર આવ્યું 3000 વર્ષ જૂનું રહસ્ય, જાણો એ સૌથી ખુની સ્ટોરીની સચ્ચાઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati