બેન્ચ પર એક્સર્સાઈઝ કરવી આ વ્યક્તિને ભારે પડી ! એક્સર્સાઈઝના ચક્કરમાં હાલ થયા બેહાલ ,જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક ફની વીડિયો વાયરલ થાય છે, જેને યુઝર્સ ખૂબ પસંદ કરે છે. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

બેન્ચ પર એક્સર્સાઈઝ કરવી આ વ્યક્તિને ભારે પડી ! એક્સર્સાઈઝના ચક્કરમાં હાલ થયા બેહાલ ,જુઓ VIDEO
Funny video goes viral

Funny Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક રમૂજી વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં કેટલાક લોકોની હરકત જોઈને યુઝર્સ (Users) પણ વિચારતા થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.જેને જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

એક્સર્સાઈઝ આપણા શરીર માટે એટલી જ મહત્વની છે જેટલું ખાવું કે પાણી પીવું. નિયમિત એક્સર્સાઈઝ (Exercise) આપણને શારીરિક રીતે જ નહીં માનસિક રીતે પણ ફિટ રાખે છે, પરંતુ એક્સર્સાઈઝનો પણ એક સમય હોય છે. પરંતુ જો તમે ટાઈમ અને જગ્યા જોયા વિના એક્સર્સાઈઝ કરી રહ્યા છો,તો તમને નુકશાન થઈ શકે છે.આ દિવસોમાં કંઈક આવું જ સામે આવ્યું છે .જેમાં એક વ્યક્તિ બેન્ચ પર બેસીને એક્સર્સાઈઝ કરી રહ્યો હતો, પરંતુ પછી તેની સાથે કંઈક એવું થઈ ગયું કે જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

એક્સર્સાઈઝના ચક્કરમાં કંઈક આવુ થયુ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ બેન્ચ (Bench) પર બેસે છે અને બાદમાં એક્સર્સાઈઝ કરવાનું શરૂ કરે છે. પરંતુ ગરદન પાછળની તરફ ફેરવતા જ તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે પાછળની તરફ પડી ગયો અને તરત જ તેઓ ઊભા થઈને ફરીથી એક્સર્સાઈઝ કરવા લાગ્યા, જાણે કોઈએ તેને પડતાં જ જોયો ન હોય !

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી hepgul5 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ વ્યક્તિ બેન્ચ પર એક્સર્સાઈઝ કરતા પહેલા સો વાર વિચાર કરશે….જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : કળિયૂગી કપૂતે પિતાને ઠુકરાવ્યા, દિકરાથી નારાજ થયેલા પિતાએ જીલ્લા મેજીસ્ટ્રેટના નામે કરી કરોડોની સંપતિ

આ પણ વાંચો : પલંગ પરથી ઉતરવા માટે નાના બાળકે લગાવ્યો જુગાડ, વીડિયો જોઇ લોકો બોલ્યા -‘કોશિશ કરને વાલો કી હાર નહી હોતી’

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati