Viral Video : ગેંડાને આવતા જોઈ સિંહે કરી પીછે હઠ, યુઝર્સે કહ્યું ‘કોણે તેને જંગલનો રાજા બનાવ્યો?’
સિંહના ગુસ્સાથી જંગલના દરેક પ્રાણીઓ ડરે છે. પણ અસલ જીવનમાં જંગલના રાજા પણ કેટલાક પ્રાણીઓથી ડરતા હોય છે. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતી ઘટના ભાગ્યે જ તમે પહેલા જોઈ હશે.
સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે. બાળપણની વાર્તાઓ અને ટીવી કાર્ટૂનમાં આપણે જોતા આવ્યા છે કે સિંહના ગુસ્સાથી જંગલના દરેક પ્રાણીઓ ડરે છે. પણ અસલ જીવનમાં જંગલના રાજા પણ કેટલાક પ્રાણીઓથી ડરતા હોય છે. હાલમાં આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળતી ઘટના ભાગ્યે જ તમે પહેલા જોઈ હશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જંગલના એક રસ્તા પર કેટલાક સિંહ આરામ કરી રહ્યાં છે. સામાન્ય રીતે જંગલના કોઈ પ્રાણીઓને આજુબાજુ જોઈ સિંહ તેના પર તૂટી પડતા હોય છે. પણ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સિંહ જંગલના પ્રાણીથી ડરતા જોવા મળી રહ્યાં છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાછળથી કેટલાક ગેંડા રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે અને તેમને આવતા જોઈને સિંહ ત્યાંથી ઊભા થઈને રસ્તાના કિનારે જતા રહે છે. તેઓ ગેંડાને રસ્તો આપતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Viral Video : બોલરે અનોખા અંદાજમાં પકડયો કેચ, બેટરના ડાંડિયા ગૂલ
આ રહ્યો એ વાયરલ વીડિયો
Then the rhino is the king of the forest!pic.twitter.com/EgE0NlpkGK
— The Figen (@TheFigen_) April 5, 2023
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ભાઈ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સિંહની હવા ટાઈટ થઈ ગઈ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આને કોણે રાજા બનાવ્યો ? આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…