AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill બન્યો બેવડી સદી મારનાર 5મો ભારતીય, વિરાટ અને શિખર ધવનના રેકોર્ડ તોડયા

આજની મેચમાં શુભમન ગિલની બેટથી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ વનડે મેચ શરુ થી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બેંટિગ પસંદ કરી હતી.

Shubman Gill બન્યો બેવડી સદી મારનાર 5મો ભારતીય, વિરાટ અને શિખર ધવનના રેકોર્ડ તોડયા
Shubham GillImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 6:34 PM
Share

ન્યૂઝીલેન્ડ સામે આજથી વનડે સિરીઝની શરુઆત થઈ છે. આજે પ્રથમ વનડેમાં ભારતીય ટીમે પ્રથમ બેંટિગ કરીને મોટો સ્કોર ઉભો કર્યો છે. આ મેચમાં શુભમન ગિલે બેવદી સદી ફટકારી છે. આજની મેચમાં શુભમન ગિલની બેટથી છગ્ગા-ચોગ્ગાની આતશબાજી જોવા મળી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે પ્રથમ વનડે મેચ શરુ થી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બેંટિગ પસંદ કરી હતી. શુભમન ગિલની આક્રમક રમતને કારણે ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકશાન સાથે 349 રન બનાવ્યા હતા.

શુભમન ગિલ અંતિમ ઓવરના બીજા જ બોલ પર આઉટ થયો હતો. શુભમન ગિલ 149 બોલમાં 208 રન મારી આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે દિગ્ગજ ક્રિકેટરોના રેકોર્ડની બરાબરી કરી છે અને ઘણાનો રેકોર્ડ પણ તોડયા છે. શુભમન ગિલે આજે 87 બોલમાં સદી ફટકારી હતી અને 145 બોલમાં જ બેવદી સદી ફટકારી સૌને ચોંકાવી દીધા હતા. શુભમન ગિલે આ પહેલા જ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી વનડે મેચમાં પણ ધમાકેદાર બેટિંગ કરી હતી.

બેેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો

આ પણ વાંચો : 13 વર્ષમાં 10 બેવડી સદી ફટકારનાર 8 ખેલાડીઓ

23 વર્ષ 132 દિવસની ઉંમર ધરાવતો શુભમન ગિલ વનડેમાં બેવડી સદી મારનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. આ પહેલા ગયા વર્ષે ઈશાન કિશને 24 વર્ષ 145 દિવસની ઉંમરમાં બેવડી સદી મારી હતી. આ સિવાય બેવડી સદી ફટકારનાર તમામ ખેલાડી મોટી ઉંમરના છે.

બેવડી સદી મારનાર 5મો ભારતીય બન્યો

વનડેમાં બેવદી સદી મારનાર શુભમન ગિલ 5મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશને આ કમાલ કરી બતાવ્યું હતું. શુભમન ગિલે ફટકારેલી બેવદી સદી વનડેની 10મી બેવડી સદી છે. ક્રિસ ગેલ, માર્ટિન ગપ્ટિલ, ફકર ઝમાન, સચિન, રોહિત શર્મા, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશન બાદ વનડેમાં બેવડી સદી ફટકારનાર તે 8મો ખેલાડી બન્યો છે.

વિરાટ કોહલી જેવા દિગ્ગજોના આ રેકોર્ડ તૂટયા

શુભમન ગિલે માત્ર 19 વનડેમાં 1000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તેણે વિરાટ કોહલી અને શિખર ધવનના 24 વનડેમાં 1000 રન પૂરા કરવાના રેકોર્ડને પણ તોડ્યો છે.પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 21 વનડેમાં 1000 રન પૂરા કર્યા હતા. જણાવી દઈએ કે વનડેમાં સૌથી ઝડપી 1000 રન ફખર જમાંએ ફટકાર્યા હતા. તેમણે 18 વનડેમાં 1000 રન પૂરા કર્યા હતા. વનડેમાં તેણે પોતાની ત્રીજી સદી મારી છે. તેણે શિખર ધવન પછી સૌથી ઝડપથી ત્રીજી સદી ફટકારી છે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">