AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : મુસાફરોની સુવિધા માટે ભચાઉ રેલવે સ્ટેશન પર બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન કરાયુ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભચાઉ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 અને 1/3 પર વાગડ વિશા ઓસવાલ ચૌબીસી મહાજનના આર્થિક સહયોગથી મુસાફરોની સુવિધા માટે 13 પેસેન્જર ક્ષમતા વાળી લિફ્ટ જેનું ઉદ્ઘાટન આજે સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ આવતા -જતા તમામ મુસાફરો કરી શકશે.

Kutch : મુસાફરોની સુવિધા માટે ભચાઉ રેલવે સ્ટેશન પર બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન કરાયુ
Bhachau Railway Station
Darshal Raval
| Edited By: | Updated on: Dec 24, 2022 | 6:36 PM
Share

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભચાઉ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 અને 1/3 પર વાગડ વિશા ઓસવાલ ચૌબીસી મહાજનના આર્થિક સહયોગથી મુસાફરોની સુવિધા માટે 13 પેસેન્જર ક્ષમતા વાળી લિફ્ટ જેનું ઉદ્ઘાટન આજે સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ આવતા -જતા તમામ મુસાફરો કરી શકશે. આ સુવિધા  વાગળ વિશા ચોવીસી મહાજનના આર્થિક સહયોગથી ઉપલબ્ધ થઈ છે.

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક તરુણ જૈને કાર્યક્રમ દરમિયાન માહિતી આપી હતી કે તે ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો ખુબ જ માટે ઉપયોગી થશે. આ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જેના માટે હું આપનો આભાર માનું છું અને તમામ ભામાશાહને વિનંતી કરું છું કે તમે પણ મુસાફરોના હિતમાં યોગદાન આપી શકો છો, જેના માટે રેલવે પ્રશાસન હંમેશા તમારી સાથે છે.આ પ્રસંગે, સાંસદ વિનોદ ચાવડા દ્વારા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય માલતી મહેશ્વરી, ડો. નાગજી કેશવ રીટા પણ  હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મંડળ પર મુસાફરોની સુવિધા માટે વિવિધ સ્ટેશનો પર ઝડપ થી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ઉપરાંત રેલ વિધુતીકરણ, ગેજ પરિવર્તન, ડબલિંગ વગેરે કાર્ય પણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોની ક્ષમતા અને ઝડપ વધશે. અને મુસાફરોને તેનો લાભ મળી શકશે. તેવું પણ અધિકારીઓનું માનવું છે.

તો બીજી તરફ સાંસદ અને ધારાસભ્યોએ પશ્ચિમ રેલવે પર મુસાફરોની સુવિધાઓ વધારવાના સતત પ્રયાસો માટે રેલવે તંત્રની પ્રશંસા કરી હતી. તો આ પ્રસંગે આદિશ પઠાણીયા, એ.આર.એમ. ગાંધીધામ તથા અન્ય રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

26 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો રદ્દ કરવામાં આવશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મેહસાણા માં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો તારીખ 26 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી 2023 સુધી રદ્દ કરવામાં આવી છે.

રદ્દ કરાયેલી ટ્રેનો

  •  ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (દૈનિક)
  •  ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  •  ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (સોમવાર અને શુક્રવાર સિવાય અઠવાડિયામાં 5 દિવસ)
  •  ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  •  ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશ્યલ (દૈનિક)
  •  ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશ્યલ (દૈનિક)
  •  ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)
  • ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશ્યલ (રવિવાર સિવાય દરરોજ)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">