આ જ બાકી હતુ ! ઘોડો તો જુગારી નિકળ્યો, તીન પત્તી રમતા ઘોડાનો વીડિયો વાયરલ થતા યુઝર્સે લીધી મજા

આ દિવસોમાં ઘોડાનો એક આશ્વર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘોડો તીન પત્તી રમતો જોવા મળી રહ્યો છે.

આ જ બાકી હતુ ! ઘોડો તો જુગારી નિકળ્યો, તીન પત્તી રમતા ઘોડાનો વીડિયો વાયરલ થતા યુઝર્સે લીધી મજા
Horse video goes viral


Viral Video : પત્તાની રમત એટલી મનોરંજક અને ટાઈમપાસ છે કે જો કોઈ એકવાર રમવા બેસે તો તેને ચોક્કસ તેની આદત પડી જાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીને (Animals) પત્તા રમતા જોયા છે ? જી હા આ દિવસોમાં ઘોડાનો આવો જ એક આશ્વર્યજનક વીડિયો વાયરલ થયો છે.જેમાં એક ઘોડો (Horse) મહિલા સાથે તીન પતી રમતો જોવા મળે છે. આ વીડિયો જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

ઘોડાની રમતે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ પ્રાણીઓને લગતા ફની વીડિયો (Funny Video) વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક ખૂબ જ રમુજી હોય છે, તો કેટલાક વીડિયો જોઈને લોકોને આશ્વર્ય પણ થતુ હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ઘોડો મહિલા સાથે તીન પત્તી રમતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા અને ઘોડો ટેબલ પર સામસામે બેઠા છે. મહિલાના હાથમાં મોટા કાર્ડ છે, જ્યારે ઘોડો પણ પ્રોફેશનલની જેમ મહિલાના કાર્ડને જોઈ રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ વીડિયો જોયા બાદ લોકો ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, હું આ ગેમના નિયમોને ક્યારેય સમજી શક્યો નહીં. પરંતુ આ ઘોડાએ આ નિયમોને સારી રીતે શીખી લીધા લાગે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘હું આ ઘોડાની આંખોમાં વિજયની ચમક સ્પષ્ટ રીતે જોઈ શકું છું.’આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો : Google doodle pizza today: ગૂગલ આજે ભારતમાં પિઝા ડે ઉજવી રહ્યું છે અને તેને કાપવાની તક આપી રહ્યું છે, ડૂડલમાં જુઓ ‘પિઝા મેનુ’

આ પણ વાંચો : Uttar Pradesh: આજે વિવાદિત બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ, કાશી-મથુરા અને અયોધ્યામાં હાઈ એલર્ટ

  • Follow us on Facebook

Published On - 12:04 pm, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati