લગ્ન કરવા જઈ રહેલા વરરાજાને તેના મિત્રએ કર્યો એવો ઈશારો કે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, લોકોએ કરી આ પ્રકારની ટિપ્પણી

લોકો આ વીડિયોને માત્ર શેર કરી રહ્યા નથી, પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી હતી.

લગ્ન કરવા જઈ રહેલા વરરાજાને તેના મિત્રએ કર્યો એવો ઈશારો કે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ, લોકોએ કરી આ પ્રકારની ટિપ્પણી

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયોનું પૂર આવ્યુ છે. ક્યારેક કન્યા અને વરરાજાની પરસ્પર મજા અને ક્યારેક લગ્નમાં નાચતા લોકોના વીડિયો હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. લગ્નના તહેવારોના કેટલાક વીડિયો એટલા રમૂજી છે કે જોનારને મજા આવી જાય છે. તાજેતરના સમયમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

આપણે બધા જાણીએ છીએ કે ભારતીય લગ્નમાં મિત્રોની મજાનું સ્તર ખૂબ જ અલગ હોય છે. આ લોકોની મસ્તી વાતાવરણને રમુજી બનાવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં સામે આવ્યો છે, જેમાં એક માણસ વરરાજા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ મજાકમાં તેના મિત્ર (વરરાજા)ને કહે છે કે હજુ જવાનો સમય છે? વ્યક્તિ આ પ્રશ્ન બે -ત્રણ વાર પૂછે છે, મિત્રની વાત સાંભળ્યા પછી વર હસીને કહે છે કે ના…! વર અને તેના મિત્રની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ છે.

 

 

લોકો આ વીડિયોને માત્ર શેર કરી રહ્યા નથી, પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, ‘આ મિત્રો ખરેખર ક્યારેય સુધરવાના નથી.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘મને આ વીડિયો જોયા બાદ મારા લગ્ન યાદ આવ્યા.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ કરી છે.

 

લગ્નનો આ ફની વીડિયો લોકોને ખૂબ મનોરંજન આપી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ‘official_niranjan_kgm’ નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાવા સુધી આ વીડિયોને હજારો વ્યૂઝ અને ઘણી લાઈક્સ મળી છે.

 

આ પણ વાંચો – Cricket: આ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માને ટીમ ઈન્ડીયાની કમાન સોંપવા કરી રહ્યા છે સમર્થન, કહે છે વિરાટ કોહલીને મળશે રાહત

 

આ પણ વાંચો – GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 14 સપ્ટેમ્બરે કોરોનાના નવા 11 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

 

આ પણ વાંચો – દિશા પટણીએ પોતાના દેશી અંદાજમાં ઉડાવ્યા ફેન્સના હોંશ, તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati