Ganesh Chaturthi 2022 ઇકો-ફ્રેન્ડલીથી લઈને ફિલ્મ પુષ્પાના રંગમાં જોવા મળી ગણપતિની ગણેશમૂર્તિઓ

હાલમાં ભારતમાં કોરોનાના 2 વર્ષ પછી ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે જેમાં પુષ્પાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Ganesh Chaturthi 2022 ઇકો-ફ્રેન્ડલીથી લઈને ફિલ્મ પુષ્પાના રંગમાં જોવા મળી ગણપતિની ગણેશમૂર્તિઓ
'પુષ્પા' ના રંગમાં રંગાયા ગણપતિ બાપ્પાImage Credit source: tv9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2022 | 12:00 PM

સાઉથના એક્ટર અલ્લૂ અર્જુનને આજે કોણ નથી ઓળખતું! પુષ્પા -ધ રાઈઝ (Pushpa) ફિલ્મમાં પોતાની એક્ટિગથી તેમની લોકપ્રિયતાને ચાર ચાંદ લાગી ગયા હતા. પુષ્પા ફિલ્મ એટલી સુપરહિટ સાબિત થઈ કે જેની સાબિતી ભારતની ગલ્લી ગલ્લી બાળકોથી લઈને વડીલો પણ આપે છે. આખી દુનિયામાં પુષ્પાનો એવો ક્રેઝ છે કે ફિલ્મ રીલિઝ થયા પછી પુષ્પાના ડાયલોગ અને ડાન્સના લાખો વીડિયો લોકોએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા. નાના બાળકથી લઈને વડીલો સુધી સામાન્ય માણસથી લઈને ક્રિકેટર અને મોટી મોટી હસ્તીઓ પર પણ પુષ્પાનો ગજબનો ક્રેઝ હતો. હાલમાં ભારતમાં કોરોનાના 2 વર્ષ પછી ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે, જેમાં પુષ્પાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેલગુ ભાષામાં પુષ્પાનું સોન્ગ વાગી રહ્યું છે.  વીડિયોની શરુઆતમાં ગણેશજીના ઉંદરને બતાવવામાં આવે છે અને ધીરેધીરે ગણેશજીનો લુક વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયો જોઈ લોકોને અલ્લૂ અર્જુનનો પુષ્પા લુક જોવા મળી રહ્યો છે. ખરેખર આ ગણેશજીની મૂર્તિ પુષ્પા લુકને ધ્યાનમાં રાખીને બનાવવમાં આવી છે. આ વિચાર ખેરખર અનોખો છે. દરેક ગણેશ ચતુર્થીના અવસરે ભારતભરમાં મંડપોમાં ગણેશજીના અવનવા અવતાર અને લુકવાળી મૂર્તિઓ બેસાડવામાં આવે છે. ગણેશજીનો આ લુક લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

જ્યારે ઘણા કલાકારોએ ગણેશ ચતુર્થી માટે ઊંચી ગણેશની મૂર્તિઓ બનાવવાનું કામ કર્યું હતું, ત્યારે ભુવનેશ્વરના એક કલાકારે એક બોટલની અંદર ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી હતી.

30 ઓગસ્ટે પુરી બીચ પર રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયક દ્વારા 3,425 રેતીના લાડુમાંથી ભગવાન ગણેશનું શિલ્પ કરવામાં આવ્યું હતું,

આ જોરદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Sarath Kv નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ પોસ્ટનું કેપ્શન પણ જોરદાર રીતે લખવામાં આવ્યુ છે. જેમાં પુષ્પાનો ફેમસ ડાયલોગ પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેયર કરવાની સાથે સાથે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો આ મૂર્તિ બનાવનાર અને જેને આ વિચાર આવ્યો તે વ્યક્તિઓની પ્રશંસા કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, અપના બાપ્પા હૈ… અબ ઝુકેગા નહીં !

છત્તીસગઢના રાયપુરના મૂર્તિ કારીગર રવિ યાદવે પાંચ અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી છે. આ મૂર્તિઓ પાસ્તા, માચીસની લાકડીઓ અને અગરબત્તીની મૂર્તિઓથી બનેલી છે. મૂર્તિઓ બનાવતી વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">