AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બકરીના શરીર પર જોવા મળ્યો Elon Muskનો ચહેરો, 5 કરોડના ખર્ચે બન્યુ આ વિશાળ સ્ટેચ્યુ

સોશિયલ મીડિયા પર એલન મસ્કની હાલમાં ભારે ચર્ચા થઈ રહી છે. તે બધા વચ્ચે બકરીના શરીર પર તેમનો ચહેરો હોય તેવો એક સ્ટેચ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બકરીના શરીર પર જોવા મળ્યો Elon Muskનો ચહેરો, 5 કરોડના ખર્ચે બન્યુ આ વિશાળ સ્ટેચ્યુ
Viral VideoImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:18 PM
Share

ટેસ્લાના CEO એલન મસ્કના સમર્થકો આખી દુનિયામાં છે. તેમની ક્રિએટિવીટી અને કામને કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓ ટ્વિટરના નવા બોસ બન્યા છે. બોસ બનવાની સાથે જ તેમણે ઘણા વિવાદિત નિર્ણયો કર્યા છે. તેમણે કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમ ખત્મ કર્યા, અનેક કર્મચારીઓને નિકાળ્યા અને બ્લુ ટિક માટે પૈસા વસૂલવાના પણ શરુ કર્યા. ખુબ નાની ઉંમરથી તેમણે મહેનત કરીને તેમણે આ મુકામ હાંસલ કર્યુ છે. તેમના લીધે આખી દુનિયાના યુવાઓ તેમનાથી પ્રેરિત થાય છે. હાલમાં એલન મસ્કના સમર્થકોએ તેમના માટે 30 ફીટ લાંબુ સ્મારક બનાવ્યુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો કેનેડાનો છે. મસ્કના સમર્થકોએ પોતાના હીરો માટે આ સ્મારક 5 કરોડ રુપિયાના ખર્ચે બનાવ્યુ છે. કેનેડામાં કેવિન અને મિશેલ સ્ટેન નામના મૂર્તિકારો એ એલ્યૂમીનિયમનું સ્મારક બનાવ્યુ છે. આ વીડિયોમાં એક રોકેટ પર એક બકરીનું શરીર જોવા મળી રહ્યુ છે અને તેના પર એલન મસ્કનો ચહેરો જોવા મળી રહ્યો છે. તેની ઊંચાઈ 5 ફીટ 9 ઈંચ છે. મસ્કના સમર્થકો તેમને GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ માને છે. તેથી તેમણે એલન મસ્કનું આવુ સમારક બનાવ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેઓ 26 નવેમ્બરે ટેક્સાસના ઓસ્ટિનમાં ટેસ્લા મુખ્યાલયમાં આ સમારક એલન મસ્કને ભેટ રુપે આપશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એકદમ સરસ કામ કરી રહ્યા છો, એલન મસ્ક સારુ કામ કરી રહ્યા છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મહાન માણસો માટે આવુ જ થવુ જોઈએ.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">