AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાયરલ વીડિયો : પાણી પી રહેલા હરણ પર મગરે કર્યો હમલો, હરણે સ્ફૂર્તિથી બચાવ્યો પોતાની જીવ

જો પાણીમાં સિંહ અને મગરની ટક્કર થાય, તો તે સિંહને પણ હરાવી શકે એટલી તાકાત ધરાવે છે. હાલમાં મગર અને હરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

વાયરલ વીડિયો : પાણી પી રહેલા હરણ પર મગરે કર્યો હમલો, હરણે સ્ફૂર્તિથી બચાવ્યો પોતાની જીવ
Viral video Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 8:54 PM
Share

Shocking Video : જંગલમાં પ્રાણીઓ કેવુ જીવન જીવે છે તેની આપણે કલ્પના જ નહીં કરી શકીએ. દરેક સમયે ત્યા જીવનું જોખમ હોય છે. જેમ જંગલમાં સિંહ જંગલનો રાજા હોય છે, તેમ મગર પણ પાણીનો રાજા છે. તે પાણીમાં સિંહ જેટલો જ તાકાતવર હોય છે. જો પાણીમાં સિંહ અને મગરની ટક્કર થાય, તો તે સિંહને પણ હરાવી શકે એટલી તાકાત ધરાવે છે. હાલમાં મગર અને હરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો ખરેખર ચોંકાવનારો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જંગલનો નજારો જોવા મળી રહ્યો છે. એક હરણ તળાવમાંથી પાણી પી રહ્યુ છે, તેવામાં અચાનક એક મગર પાણીમાંથી બહાર આવીને તે પાણી પીતા હરણનો શિકાર કરવાનો પ્રયત્ન કરે છે. પણ હરણ તરત ખતરાનું અનુમાન લગાવીને મગરથી દૂર જતુ રહે છે. સ્ફૂર્તિને કારણે હરણ તેનો જીવ બચાવી શક્યુ હતુ. જો તે હરણ આરામથી આજુબાજુ નજર રાખ્યા વગર પાણી પીતુ હોત, તો આજે તે મગરનો શિકાર બની ગયુ હોત.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ખતરનાક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildlifeanimall નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો શેયર કરવાની સાથે સાથે તેવા પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આના પરથી જાણવા મળે છે કે જંગલનું જીવન કેટલુ મુશ્કેલ છે. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જીવનમાં એકટિવ રહો, તેનાથી જ તમારુ જીવન ટકી રહેશે.

Follow Us
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
g clip-path="url(#clip0_868_265)">