AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos : ‘ગેમ ઓફ થ્રોન્સ’ના કેરેક્ટરનો ઈન્ડિયન અંદાજ વાયરલ, AI એ દર્શાવ્યું અદભૂત આર્ટવર્ક

Game of Thrones : તમે 'ગેમ ઓફ થ્રોન્સ' તો જોઈ જ હશે, પરંતુ આ સીરિઝના પાત્રોએ ક્યારેય ભારતીય પોશાક પહેર્યા નથી. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક આવી જ તસવીરો વાયરલ થઈ રહી છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

Viral Photos : 'ગેમ ઓફ થ્રોન્સ'ના કેરેક્ટરનો ઈન્ડિયન અંદાજ વાયરલ, AI એ દર્શાવ્યું અદભૂત આર્ટવર્ક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:06 AM
Share

Game of Thrones : અમેરિકન ટીવી સીરિઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’ દુનિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સીરિઝ છે. જો તમે આ સીરિઝ જોઈ હશે, તો તમે નોંધ્યું હશે કે તેમાં તમામ પાત્રોએ અલગ-અલગ પ્રકારનો ડ્રેસ પહેર્યો છે, જે એકદમ અદભૂત છે અને લોકોને આશ્ચર્યમાં પણ મૂકી દે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ‘ગેમ ઓફ થ્રોન્સ’ના પાત્રો ભારતીય પોશાક પહેરે તો કેવા દેખાશે ? આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં સિરીઝ ના કેટલાક પ્રખ્યાત પાત્રો ભારતના પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.

આ પણ વાંચો : ‘GOT’ ફેમ નથાલી એમેન્યુઅલે ‘આરઆરઆર’ ફિલ્મના કર્યા વખાણ, આલિયાની એક્ટિંગને ગણાવી શાનદાર

કોઈ અભિનેત્રીએ અનારકલી ડ્રેસ પહેર્યો છે તો કોઈ અભિનેતા ભારતીય રાજાઓના ડ્રેસમાં જોવા મળે છે. તેમને જોઈને એવું લાગે છે કે આપણે કોઈ ભારતીય રાજા અને રાણીને જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં આ તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, પરંતુ તેને જોઈને એવું લાગતું નથી કે તે કોમ્પ્યુટરમાંથી બનાવવામાં આવ્યા છે, પરંતુ આ તસવીરો એકદમ વાસ્તવિક લાગે છે.

‘ગેમ ઓફ થ્રોન્સ’ પાત્રોના ભારતીય અવતાર જુઓ

આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર jyo_john_mulloor નામની આઈડીથી શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે અને તેણે કેપ્શનમાં લખ્યું છે કે, જો જ્યોર્જ આરઆર માર્ટિને ગેમ ઓફ થ્રોન્સ માટે કોઈ ભારતીય ડ્રેસ ડિઝાઈનરને હાયર કર્યો હોત તો દ્રશ્ય કંઈક આના જેવું હોત. આ તસવીરો જોઈને લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ નવો અવતાર છે તો કેટલાક જ્યો જોન મુલ્લુરની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે.

જો કે આ પહેલીવાર નથી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી આવી તસવીરો બનાવવામાં આવી હોય, પરંતુ તાજેતરમાં જ ગાંધીજી, મધર ટેરેસા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવી હસ્તીઓની AI તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેઓ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ તસવીરોએ લોકોને ખૂબ જ ચોંકાવી દીધા હતા, કારણ કે તે દિવસોમાં મોબાઈલ ફોન નહોતા, તો સેલ્ફી લેવાની વાત તો છોડી દો.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">