‘GOT’ ફેમ નથાલી એમેન્યુઅલે ‘આરઆરઆર’ ફિલ્મના કર્યા વખાણ, આલિયાની એક્ટિંગને ગણાવી શાનદાર
'ગેમ ઓફ થ્રોન્સ' (Game Of Thrones) એક્ટ્રેસ નથાલી એમેન્યુઅલે (Nathalie Emmanuel) એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર' વિશે એક લાંબી પોસ્ટ લખી છે. નથાલીએ આલિયા ભટ્ટથી લઈને રામ ચરણની એક્ટિંગ અને ડાન્સ સ્ટાઈલના વખાણ કર્યા છે.
‘ગેમ ઓફ થ્રોન્સ’ની સ્ટાર નથાલી એમેન્યુઅલ હાલમાં સતત ચર્ચામાં છે. નથાલીએ હાલમાં જ એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આરઆરઆર’ વિશે ટ્વિટ કર્યું છે. તેણે પોતાના ટ્વિટર પર એક પછી એક અનેક ટ્વીટ કર્યા, આ રીતે ફિલ્મના વખાણ કર્યા છે. નથાલી એમેન્યુઅલે પણ ‘નાટુ નાટુ’ ગીતની પ્રશંસા કરી છે. તેમજ એક્ટ્રેસ એલી જેનીના એક શોટનો ફોટો શેયર કરીને તેને શાબાશી આપી છે.
એટલું જ નહીં નથાલીએ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, સાઉથ સ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરને લઈને પણ ટ્વીટ કર્યું છે. તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં નથાલી એમેન્યુઅલ તેના મોસ્ટ પોપ્યુલર શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ માટે ફેમસ છે. તેના આ શોને દરેક લોકો ખૂબ જ ઉત્સાહથી પસંદ કરે છે. આ સિરીઝમાં નથાલી મિસ એન્ડીનો રોલ પ્લે કર્યો છે. જે લોકોને ખૂબ જ ગમે છે.
RRR is a sick movie and no one can tell me otherwise 💧🔥🏹
— Nathalie Emmanuel (@missnemmanuel) December 28, 2022
શું કહ્યું નથાલીએ
નથાલી એમેન્યુઅલે પોતાના ટ્વીટમાં ફિલ્મ આરઆરઆરને એક સિક ફિલ્મ ગણાવી છે. તેણે લખ્યું કે “આરઆરઆર એક સિક ફિલ્મ છે જેના વિશે કોઈ કંઈ કહી શકતું નથી.” આ સ્ટેટમેન્ટ પછી તેણે સ્પષ્ટતા કરી કે તેનો અર્થ એ છે કે તે સિક છે, તે ફિલ્મને કોઈપણ રીતે નેગેટિવ કહી રહી નથી.
RRR is a sick movie and no one can tell me otherwise 💧🔥🏹
— Nathalie Emmanuel (@missnemmanuel) December 28, 2022
🏇🏾🏍️
— Nathalie Emmanuel (@missnemmanuel) December 28, 2022
આગામી ટ્વીટમાં નથાલી એમેન્યુઅલે આલિયા ભટ્ટ, રામ ચરણ અને જુનિયર એનટીઆરની એક તસવીર પણ શેયર કરી છે. તેણે લખ્યું કે સીતાના પાત્ર માટે આલિયા ભટ્ટના વખાણ કરવા જોઈએ અને કહે છે કે હોલીવુડ એક્ટ્રેસ એલી જેની પ્રશંસાને પાત્ર છે. નથાલીના આ ટ્વીટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. નથાલીએ ફિલ્મમાં બતાવવામાં આવેલ ડાન્સને પણ જબરદસ્ત ગણાવ્યો હતો.
Let me just get my bredrin on my shoulders and be the legs and they use their arms so we can just murk several armed soldiers…
— Nathalie Emmanuel (@missnemmanuel) December 28, 2022
એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આરઆરઆરને અત્યાર સુધીમાં ઘણા ઈન્ટરનેશનલ એવોર્ડ્સ મળ્યા છે. એટલાન્ટા ફિલ્મ ક્રિટીક્સ સર્કલ દ્વારા RRR ને બેસ્ટ ઈન્ટરનેશનલ પિક્ચરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે તેને સેટર્ન એવોર્ડ્સ 2022માં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં એસ એસ રાજામૌલીને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.