AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wordle: પત્ની માટે બનાવેલી ગેમ ઝડપથી થઈ રહી છે વાયરલ, ટ્વિટર પર વિદેશી Celebrities દિવાના

Wordle એક સરળ અને મનોરંજક ઑનલાઇન ગેમ છે. કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનને (Omicron) કારણે, જ્યારે વિશ્વભરના લોકો ઘરે બેઠા છે, ત્યારે આ ગેમે બધાને આકર્ષ્યા છે

Wordle: પત્ની માટે બનાવેલી ગેમ ઝડપથી થઈ રહી છે વાયરલ, ટ્વિટર પર વિદેશી Celebrities દિવાના
Viral online game wordle
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 11:04 AM
Share

Wordle એક સરળ અને મનોરંજક ઑનલાઇન ગેમ છે. કોવિડના નવા વેરિયન્ટ ઓમિક્રોનને(Omicron) કારણે, જ્યારે વિશ્વભરના લોકો ઘરે બેઠા છે, ત્યારે આ ગેમે બધાને આકર્ષ્યા છે. સિમ્પલ હોવાના કારણે જ આ વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચી શકી છે. આ ગેમમાં યુઝર્સે પાંચ અક્ષરો ધરાવતા એક સિક્રેટ શબ્દનો અંદાજ લગાવવો પડશે, જેના માટે યુઝર્સને 6 ચાન્સ મળે છે. રમતના નિયમો સરળ છે, પરંતુ આ રમત પડકારરૂપ છે કારણ કે વ્યક્તિ દિવસમાં માત્ર એક જ વાર આ રમત રમી શકે છે. વર્ડલ ફક્ત વેબસાઇટ (Online Game) દ્વારા જ ચલાવી શકાય છે. તેને ચલાવવા માટે કોઈપણ એપ ડાઉનલોડ કરવાની કે સાઈન-ઈન કરવાની જરૂર નથી. તો ચાલો Wordle વિશે વધુ જાણીએ.

વર્ડલ બ્રુકલિન (Brooklyn) સ્થિત સોફ્ટવેર એન્જિનિયર જોશ વોર્ડલે (Josh Wardle) વિકસાવી છે. વોર્ડલની પાર્ટનર પલક શાહને(Palak Shah) અનુમાન પઝલ ગેમ્સ રમવું પસંદ હતું. જે બાદ જોશ વોર્ડલે આ ગેમ ડેવલપ કરી અને પોતાને લગતું જ નામ આપી દીધું. વાર્ડલ અને તેના પાર્ટનરે થોડા મહિનાઓ સુધી આ ગેમ રમી અને પછી તેને તેમના પરિવારના વોટ્સએપ ગ્રુપ પર શેર કરી. ત્યારથી આ ગેમ લોકોમાં એક ઝનૂન બની ગઈ છે.

what is Online Game wordle and how to play it

Online Game wordle

આ રમત માટે ખેલાડીઓએ છ અથવા તેનાથી ઓછા પ્રયત્નોમાં પાંચ અક્ષરના ‘Word of the Day’નો અનુમાન લગાવવાનો હોય છે. દરેક પ્રયાસમાં, શબ્દના પાંચ અક્ષરો ત્રણ-રંગના સ્કેલમાં(Grey, Yellow,Green) ગોઠવાયેલા હોય છે, જે ખેલાડીને તેના આગલા પ્રયાસ માટે સંકેત આપે છે. દાખલા તરીકે, જો કોઈ અક્ષર લીલા ચિહ્નિત થયેલ હોય, તો તે માત્ર ‘વર્ડ ઓફ ધ ડે’ માં જ નહીં, પણ તેની સાચી પોઝિશનમાં પણ છે. જો કોઈ અક્ષર પીળા ચિહ્નિત થયેલ હોય, તો તે ‘વર્ડ ઓફ ધ ડે’ માં છે, પરંતુ તેની સાચી પોઝિશનમાં નથી. જે અક્ષરો “વર્ડ ઓફ ધ ડે”માં  નથી તે ગ્રે ચિહ્નિત થયેલ હોય છે.

ધ ન્યુ યોર્ક ટાઈમ્સને વોર્ડલે જણાવ્યું કે “ખેલાડીઓને દરરોજ એક શબ્દ સુધી મર્યાદિત કરવામાં આવ્યા છે અને એજ કારણ છે કે તેઓ બીજા દિવસે આ પઝલ સોલ્વ કરવાની રાહ દેખતા હોય છે.” ઑક્ટોબરમાં રિલીઝ થયા પછી, વર્ડલ શરૂઆતમાં એટલી હિટ ન થઈ અને નવેમ્બરની શરૂઆતમાં સો કરતાં ઓછા ખેલાડીઓ હતા. પરંતુ 2 જાન્યુઆરી સુધીમાં, તેની પાસે 3 લાખથી વધુ ખેલાડીઓ હતા.

સોશિયલ મીડિયા પર સ્કોરબોર્ડ અને મેમ્સ

વર્ડલના સરળ નિયમો ઉપરાંત, સોશિયલ મીડિયા પર આ રમતનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. લીલા, પીળા અને ગ્રે બોક્સ ઇમોજીસ અને પોઈન્ટ ટોટલના સ્વરૂપમાં યુઝર્સ તેમના પરફોર્મન્સને શેર કરી રહ્યા છે. આમાં સેલિબ્રિટીસ પણ પાછળ નથી અને આ ગેમનો ક્રેઝ ટ્વિટર પર જોઈ શકાય છે.

આ પણ વાંચો:

સાઉદીના હુમલા બાદ યમનમાં તબાહીના દ્રશ્યો સર્જાયા, 100 થી 200 લોકોના મોત

આ પણ વાંચો:

અમેરિકાના આઈડિયા ચોરીને ચીને તૈયાર કર્યું દુનિયાનું પહેલું ‘બોડી શિલ્ડ’ ટેન્કને તબાહ કરતી ગોળીઓને સામનો કરવા સક્ષમ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">