Omicron Variant: ચીનથી લઈને બ્રાઝિલ સુધી, લેટિન અમેરિકા અને એશિયામાં ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી

એશિયન અને લેટિન અમેરિકન દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પણ આ સંક્રમણને રોકવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Omicron Variant: ચીનથી લઈને બ્રાઝિલ સુધી, લેટિન અમેરિકા અને એશિયામાં ઓમિક્રોન મચાવી રહ્યું છે તબાહી
omicron Variant ( PS : Pixabay)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:48 AM

લેટિન અમેરિકા અને એશિયામાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસમાં ધરખમ વધારો થયો છે. કોસ્ટા રિકામાં અધિકારીઓ કોરોના વાયરસથી સંક્રમિત લોકોને આગામી રાષ્ટ્રીય ચૂંટણીમાં મતદાન ન કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીજી બાજુ, બેઇજિંગ રહેણાંક સમુદાયોને બંધ કરી રહ્યું છે કારણ કે દેશ 4 ફેબ્રુઆરીએ વિન્ટર ઓલિમ્પિકની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તો બીજી તરફ ઓમિક્રોન તબાહી મચાવી રહ્યું છે.

લેટિન અમેરિકા અને એશિયાના કેટલાક દેશો જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. તેઓ પ્રતિબંધ લાદી રહ્યા છે. સૌ પ્રથમ, ઓમિક્રોન દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં ઝડપથી ફેલાયો છે. છેલ્લા લગભગ એક સપ્તાહમાં અમેરિકામાં કોરોના સંક્રમણના લગભગ 72 લાખ કેસ નોંધાયા છે અને 15 હજારથી વધુ લોકોના મોત થયા છે. બોલિવિયા, બ્રાઝિલ, કોલંબિયા અને પેરુમાં ચેપ ઝડપથી વધી રહ્યો છે અને આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વેમાં હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે.

ફિલિપાઈન્સમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે

ફિલિપાઇન્સ સહિત એશિયામાં પણ સંક્ર્મણના કેસ વધી રહ્યો છે. એશિયામાં, દક્ષિણ કોરિયાએ આ અઠવાડિયે મેળાવડા પરના તેના પ્રતિબંધોને સહેજ હળવા કર્યા છે ચીનના બેઇજિંગમાં વર્ગો ઓનલાઈન કરી દીધા છે અને કેટલીક ઓફિસ બિલ્ડીંગો બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન, જાપાન વધતા સંક્ર્મણને કારણે કડક સરહદ નિયંત્રણ જાળવી રહ્યું છે. હોંગકોંગના સત્તાવાળાઓએ કેટલાક વ્યવસાયો, જેમ કે સંગ્રહાલયો અને જીમ, ઓછામાં ઓછા ફેબ્રુઆરીની શરૂઆત સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અમેરિકા 40 કરોડ માસ્ક બનાવશે

યુરોપિયન દેશો અને અમેરિકામાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. તાજેતરમાં, અમેરિકાના બાયડન પ્રશાસને કહ્યું હતું કે તે 40 કરોડ N-95 માસ્ક તૈયાર કરવાનું કામ શરૂ કરશે. આ માસ્ક અમેરિકામાં સામાન્ય લોકોમાં વહેંચવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિર્ણય અમેરિકી નાગરિકોને કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટથી બચાવવામાં મદદ કરવા માટે લેવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે આ માસ્ક સરકારની નેશનલ સ્ટોકપાઇલ સ્ટ્રેટેજી હેઠળ બનાવવામાં આવશે, જેના હેઠળ 75 કરોડ હાઇ-પ્રોટેક્શન માસ્કનું ઉત્પાદન થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો : Happy birthday Neeraj Vora : નીરજ વોરાએ લેખન પછી એક્ટિંગમાં કરી ખૂબ કમાણી , જાણીએ તેના બર્થડે પર તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

આ પણ વાંચો : Exotic Vegetables Farming : ઘણી આસાનીથી થઇ શકે છે વિદેશી શાકભાજીની ખેતી, એક વાર વાવેતર પછી થશે અઢળક કમાણી

g clip-path="url(#clip0_868_265)">