Viral Video: મહિલાએ વાંદરા પાસે સાફ કરાવ્યા વાસણ, લોકોએ કહ્યું- આને તો છોડી દો
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વાનરનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વાંદરો ઘરના તમામ વાસણો ધોતો જોવા મળે છે. જેને જોઈને યૂઝર્સના હસવા પર કંટ્રોલ નથી થઈ રહ્યો.

વાંદરાઓને મનુષ્યના પૂર્વજ કહેવામાં આવે છે. પૃથ્વી પર જોવા મળતા કેટલાક સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાં વાંદરાઓને વધારે બુદ્ધિશાળી પણ ગણવામાં આવે છે. જેની બૌદ્ધિક ક્ષમતા અન્ય પ્રાણીઓ કરતાં વધુ છે. આવી સ્થિતિમાં ખોરાકની શોધમાં નીકળેલા વાંદરાઓ ઘણીવાર મન લગાવીને ભોજનની વ્યવસ્થા કરતા જોવા મળે છે. તાજેતરમાં, એક વાંદરાને માણસની જેમ કામ કરતા જોઈને બધા દંગ રહી જાય છે.
View this post on Instagram
વાસ્તવમાં વાંદરાઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. ઘણી જગ્યાએ તે મદારી સાથે જોવા મળે છે અને પોતાની રમત બતાવીને લોકોનું મનોરંજન કરીને માલિક માટે પૈસા ભેગા કરે છે. જેના કારણે તેમને ખાવાની વસ્તુઓ મળે છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વાંદરો વાસણ ઘસીને ધોતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સની હાસ્ય અટકવાનું નામ નથી લઈ રહ્યું.
કદાચ સજા તરીકે વાંદરાને વાસણ ધોવા માટે આપવામાં આવ્યા
સોશિયલ મીડિયા પર બધાનું મનોરંજન કરી રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અરુણ નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને કેટલાક યુઝર્સનું કહેવું છે કે, કદાચ સજા તરીકે વાંદરાને વાસણ ધોવા માટે આપવામાં આવ્યા છે. અત્યારે આશ્ચર્યજનક બાબત એ છે કે વાસણો ખૂબ જ ખંતથી અને ઝડપથી ધોવાઈ રહ્યા છે. આ દરમિયાન એક મહિલા વાંદરા આગળા કેટલાક વધુ વાસણો રાખતી જોઈ શકાય છે.
વીડિયોને 5 મિલિયન વ્યૂઝ મળ્યા છે
આ વીડિયોએ સોશિયલ મીડિયા પર યુઝરનું ધ્યાન ખેંચ્યું છે. જેને જોઈને મોટાભાગના યુઝર્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જ્યારે કેટલાક યુઝરને તેમના હાસવાનું રોકી શક્યા નથી. મહત્વનું છે કે, ત્યાં સુધી સોશિયલ મીડિયા પર આ વીડિયોને 2 લાખ 36 હજારથી વધુ લાઈક્સ અને 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે મસ્તી કરતા કોમેન્ટ કરી, ‘છોકરીઓ દયા કરો, પ્રાણીઓ પણ તમારા માટે કામ કરે છે અને બદલામાં તમે તેને ઘોકો કરો છો.’ અન્ય યુઝરે લખ્યું, ‘મારા ઘરે પણ વાસણ ધોવાના છે.’
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે, અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે, પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.