AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ઈન્દોરમાં વેચાઈ રહી છે સોનાની કુલ્ફી, શું તમે પણ ટ્રાય કરવા ઈચ્છો છો, જુઓ Videoમાં શું છે ખાસ

ઈન્દોરનો એક સ્ટ્રીટ વેન્ડર સોનાની કુલ્ફી વેચતો વીડિયોમાં કેદ થયો છે. આ કિંમતી કુલ્ફીને જોઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં લોકો કુલ્ફી ખાવાનું પણ પસંદ કરે છે. તેનો મીઠો સ્વાદ અને ઠંડીનો અહેસાસ લોકોને ઉનાળામાં તાજગી આપે છે.

Viral Video: ઈન્દોરમાં વેચાઈ રહી છે સોનાની કુલ્ફી, શું તમે પણ ટ્રાય કરવા ઈચ્છો છો, જુઓ Videoમાં શું છે ખાસ
Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 10:15 PM
Share

સોશિયલ મીડિયા એ એક કરતા વધુ ખાદ્યપદાર્થોનો ખજાનો છે, જે દરરોજ નવા-નવા વીડિયોઝ સાથે આવતા રહે છે. હવે આ ખજાનામાંથી દેશ અને દુનિયામાં બનતી વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોના વિડીયો આવતા હોય છે, જે આપણી જિજ્ઞાસાની સાથે સાથે આપણું જ્ઞાન પણ વધારે છે. હવે આવો જ એક વીડિયો સોનાની કુલ્ફીનો સામે આવ્યો છે, જે ઈન્દોરની સડકો પર એક સ્ટ્રીટ વેન્ડર દ્વારા વેચતો જોવા મળ્યો હતો.

આ પણ વાચો: Viral Video: ગંભીરે પોતાનો મેન ઓફ ધ મેચ એવોર્ડ આપી દીધો હતો કોહલીને, પછી કેમ બન્યા એકબીજાના વિરોધી? જાણો તેની પાછળની હકીકત

કુલ્ફીના ઘણા પ્રકાર છે જેમ કે મલાઈ કુલ્ફી, ફાલુદા કુલ્ફી

ઉનાળો આવતા જ બાળકો હોય કે વૃદ્ધ, દરેક લોકો આઈસ્ક્રીમ અને કુલ્ફી ખાવા દોડે છે. ઉનાળાની ઋતુમાં લોકો કુલ્ફી ખાવાનું પણ પસંદ કરે છે. તેનો મીઠો સ્વાદ અને ઠંડીનો અહેસાસ લોકોને ઉનાળામાં તાજગી આપે છે. કુલ્ફીના ઘણા પ્રકાર છે જેમ કે મલાઈ કુલ્ફી, ફાલુદા કુલ્ફી વગેરે. પરંતુ શું તમે ક્યારેય ગોલ્ડ કુલ્ફી વિશે સાંભળ્યું છે? હાલમાં જ ઈન્દોરનો એક દુકાનદાર આ વાયરલ વીડિયોમાં સોનાની કુલ્ફી વેચતો જોવા મળ્યો છે.

વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે

વીડિયોમાં તમે એક સ્ટ્રીટ વેન્ડરને સોનાની કુલ્ફી વેચતો જોયો હશે, આ વ્યક્તિ તેના ગળા અને હાથમાં સોનાના ઘરેણા પહેરેલો જોવા મળે છે. તે ફ્રીઝરમાંથી કુલ્ફીનો ટુકડો કાઢે છે અને પછી આ કુલ્ફીને 24 કેરેટ ગોલ્ડ લીફમાં લપેટી દે છે. વીડિયોમાં આ કુલ્ફીની કિંમત 351 રૂપિયા જણાવવામાં આવી છે.

વીડિયો 14 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો

ઈન્દોરના સરાફામાં સોનાની કુલ્ફી વેચતો આ વ્યક્તિ પ્રકાશ કુલ્ફી તરીકે ઓળખાય છે, જે અહીં ખૂબ જ લોકપ્રિય છે. આ વીડિયો 14 એપ્રિલે શેર કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં આ પોસ્ટને ચાલીસ હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">