AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચમત્કાર !….અંબાજીના મંદિરની અખંડ જ્યોતમાં થયા વાધના દર્શન, ભક્તો થયા ભાવ વિભોર, Video થયો વાયરલ

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર...તાજેતરમાં અંબાજીના મંદિરના અખંડ જ્યોતનો છે વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે,વીડિયોમાં એક ચમત્કાર જોવા મળી રહ્યો છે, જેમાં માતાજીના વાહન વાધના અખંડ જ્યોતમાં દર્શન થઇ રહ્યા છે.

ચમત્કાર !....અંબાજીના મંદિરની અખંડ જ્યોતમાં થયા વાધના દર્શન, ભક્તો થયા ભાવ વિભોર, Video થયો વાયરલ
Video goes viral on social media of Ambaji Temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 2:46 PM
Share

ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, લોકો ભાવભેર માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે, આધુનિક યુગમાં દરેક લોકો શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, એવામાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે,વીડિયો અરવલ્લીના પહાડો પર આવેલું મા અંબાજીના મંદિરના અખંડ જ્યોતનો છે, અહીં ગબ્બર પર અખંડ જ્યોત વર્ષોથી છે.પરંતુ વીડિયોમાં દેખાઇ છે એમ જાણે ચમત્કાર થયો છે, માતાજીના વાહન વાધના આ જ્યોતમાં દર્શન થઇ રહ્યા છે, આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

લોકો આ વીડિયોને ચમત્કાર ગણી રહ્યા છે,આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામાં આવતી જ્યોતમાં સાક્ષાત વાઘનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તેમાં બે આંખ, કાન, મોઢુ જોવા મળી રહ્યું છે. ગબ્બરનું ધાર્મિક મહત્વ હિન્દુ આસ્થાળુઓ માટે ઘણું છે. અને જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાનું કોઈ જ મહત્વ નથી હોતું. જેને લઈ જેમ જેમ વીડિયો વાયલ થઈ રહ્યો છે તેમ તેમ ભક્તો કૂતુહલતા સાથે ભાવ વિભોર થઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

દંતકથા અનુસાર એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

ઉલ્લેખનીય છે કે અંબાજીનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા નજીક અરાવલી શ્રૃંખલાના આરાસુર પર્વત ઉપર સ્થિત છે, જે દેશનું એક ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. સફેદ આરસપહાણથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે. જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તે 51 શક્તિપીઠમાંથી એક છે, જ્યાં માતા સતીનું હ્રદય પડ્યું હતું.

(અહીં આપેલો વીડિયો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી)

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">