નેપાળ પબ્લિક ટ્રાન્સપોર્ટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, વિડીયો જોઈ તમારો પણ જીવ અધ્ધર થઈ જશે, જુઓ Viral Video
આ ચોંકાવનારા વીડિયોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને રોડ પાર કરવાની ભયાનક રીત સામે આવી છે, જેને જોઈને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. આ વીડિયો નેપાળનો જણાવવામાં આવી રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 2.2 મિલિયન વખત જોવામાં આવ્યો છે.
હાલમાં જ નેપાળનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. નેપાળ વિશ્વના કેટલાક ખૂબ જ સુંદર દેશોમાંથી એક છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પર્યટન માટે પહોંચે છે. હાલમાં જ આ દેશનો એક અજીબોગરીબ જુગાડુ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ચોકી ઉઠ્યા છે. ઘણીવાર ખરાબ હવામાન અને ઊંચા શિખરોના કારણે અહીં પ્લેન એક્સિડન્ટ થતા હોય છે.
વાસ્તવમાં, પબ્લિક ટ્રાન્સપોર્ટને પાર કરવાની આ ભયાનક રીતનો વીડિયો સામે આવ્યા પછી લોકો અચંબીત થઈ ગયા હતા. જીવના જોખમે પબ્લિક ટ્રાન્સપોર્ટ ગાડીને એક પહાળ પરથી બીજા પહાડ પર તેમજ ઉપરથી નીચે લઈ જતો વીડિયો સામે આવતા જ લોકો તેને શેર કરી રહ્યાં છે.
પબ્લીક ટ્રાન્સપોર્ટનો ભયાનક વીડિયો વાઈરલ
ડરામણા આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ઉભા છે અને બીજી તરફ માનવ વસાહત છે, જ્યારે વચ્ચે એક ઊંડી અને મોટી ખાઈ છે, જ્યાંથી પડવું એટલે જીવ ગુમાવવો. વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે રોપ-વે દ્વારા રોડ ક્રોસ કરવા માટે એક મોટું વાહન બનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કારને રોપ-વેથી જાડા વાયર વડે ઉપરથી બાંધીને રોડની બીજી બાજુ મોકલી દેવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડો પહેલા તોડવામાં આવ્યો ન હતો અને રસ્તો હતો, પરંતુ તેના તૂટવાના કારણે લોકોને પાર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકો વિચિત્ર યુક્તિઓના કારણે આ ખતરનાક રસ્તો પાર કરવાનું જોખમ લઈ રહ્યા છે. ત્યારે જો આ રોપ-વેનું બનાવેલ દોરડું તૂટે તો લોકો સીધા ખાઈમાં પડી જાય.
https://twitter.com/ErikSolheim/status/1616626384587087874?s=20&t=BGhhsEmYVMB7H3IQ5dKhXA
વીડિયો 2.2 મિલિયન વખત જોવાયો
જીવના જોખમે લોકોને ટ્રાન્સપોર્ટેસનમાં બેસાડી રોડ ક્રોસ કરાવતો આ વીડિયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ErikSolheim હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘નેપાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ.’ 14 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.2 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 21.4K લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે.
વીડિયો જોયા બાદ યુઝર્સ પણ દંગ રહી ગયા છે. આ ચોંકાવનારા વીડિયોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને રોડ પાર કરવાની ભયાનક રીત સામે આવી છે, જેને જોઈને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. આ વીડિયો નેપાળનો જણાવવામાં આવી રહ્યો છે, જેને અત્યાર સુધીમાં 2.2 મિલિયન વખત જોવામાં આવ્યો છે.