આ વ્યક્તિએ લોટરીમાં જીત્યા અધધધ રૂપિયા, 7 નહીં પણ 70 પેઢી બેઠા બેઠા જમશે તો પણ ખત્મ નહીં થાય પૈસા
લોટરી વેબસાઈટ મુજબ વર્ષ 1992માં રમતની શરૂઆત બાદ આ પ્રથમવાર છે કે કોઈને નવા વર્ષના દિવસે જેકપોટ મળ્યુ હોય. લોટરી જીતનારા વ્યકિતની 7 નહીં પણ 70 પેઢી બેસીને જમશે તો પણ પૈસા ખત્મ નહીં થાય.

દુનિયામાં એવા ઘણા બિઝનેસમેન છે, જેમની પાસે કરોડો-અરબોની સંપતિ છે, કારણ કે તે પોતાના બિઝનેસથી પૈસા કમાઈ રહ્યા હોય છે. જો કે તેમને દિવસ-રાત એક કરીને કામ પણ કરવુ પડે છે, જેથી તે પોતાના બિઝનેસને આગળ વધારી શકે પણ વિચારો કે જો તમને ઘરે બેઠા બેઠા અરબો-ખરબોની સંપિત મળી જાય તો? અમે બિઝનેસમેનના ઉત્તારાધિકારીની વાત કરી રહ્યા નથી પણ અમે વાત કરી રહ્યા છે કે લોટરીની. હા દુનિયામાં એવા પણ લોકો છે, જે લોટરીથી કરોડપતિ અને અરબપતિ બની ચૂક્યા છે. આ રીતે જ એક વ્યક્તિ હાલમાં ચર્ચામાં છે, જેને લોટરીમાં એટલા પૈસા જીત્યા છે કે તેની 7 પેઢી નહીં પરંતુ 70 પેઢી ઘરે બેઠા બેઠા જમી શકે.
આ વ્યક્તિએ લોટરીમાં 842 મિલિયન ડોલર એટલે કે 7 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ જીતી છે અને તે પણ નવા વર્ષે જ. અમેરિકાના મિશિગનમાં આ લોટરી જીતી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ વ્યક્તિએ મિશિગનમાં એક ફૂડ કેસલ કિરાણા સ્ટોરથી પાવરબોલ લોટરીની એક ટિકિટ ખરીદી હતી. આ સ્ટોર ડેટ્રોઈટથી 60 માઈલ ઉત્તરમાં આવેલો છે. તેની લોટરીનો ડ્રો 1 જાન્યુઆરી 2024એ નીકળ્યો. તેમાં આ વ્યક્તિએ 842.4 મિલિયન ડોલરનું જેકપોટ જીતી લીધુ, જે લોટરીના ઈતિહાસનું 10મું સૌથી મોટુ ઈનામ છે.
7 નહીં પણ 70 પેઢી બેસીને જમશે તો પણ ખત્મ નહીં થાય પૈસા
લોટરી વેબસાઈટ મુજબ વર્ષ 1992માં રમતની શરૂઆત બાદ આ પ્રથમવાર છે કે કોઈને નવા વર્ષના દિવસે જેકપોટ મળ્યુ હોય. લોટરી જીતનારા વ્યકિતની 7 નહીં પણ 70 પેઢી બેસીને જમશે તો પણ પૈસા ખત્મ નહીં થાય. જો કે આ જેકપોટ જીતનારા વ્યક્તિની ઓળખ આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ જીતનારા વ્યકિતને આ રમક લેવા માટે બે ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં તે 29 વર્ષમાં 30 હપ્તામાં આ પૈસા લઈ શકે છે અથવા તો એક જ હપ્તામાં પુરી રકમ લઈ શકે છે. જો કે ટેક્સ કપાઈને આ વ્યક્તિને એક હપ્તામાં 425.2 મિલિયન ડોલર મળશે.
અન્ય લોકોએ પણ જીત્યા કરોડોના ઈનામ
રિપોર્ટ મુજબ લોટરીવાળાઓએ જણાવ્યું કે ટેક્સાસ અને ફ્લોરિડામાં પણ બે લોકોએ બંપર લોટરી જીતી છે. તેમના હાથમાં 2-2 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયાનું જેકપોટ લાગ્યુ છે. તે સિવાય કેલિફોર્નિયા, કનેક્ટિકટ, ફ્લોરિડા અને મેરી લેન્ડમાં પણ 4 લોકો 1-1 મિલિયન ડોલરનું ઈનામ જીત્યા છે.