AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા-યુક્રેન સંકટને 6 ભાષાઓમાં કવર કરનાર રિપોર્ટરની ફેન થઈ જનતા, જુઓ Viral વીડિયો

આ રિપોર્ટરે રશિયા-યુક્રેન સંકટને એક-બે નહીં પરંતુ કુલ 6 ભાષાઓમાં કવર કર્યું છે. જ્યાં સામાન્ય રીતે લોકો 2-3 ભાષાઓ શીખવામાં તેમનું આખું જીવન પસાર કરી દેતા હોય છે.

રશિયા-યુક્રેન સંકટને 6 ભાષાઓમાં કવર કરનાર રિપોર્ટરની ફેન થઈ જનતા, જુઓ  Viral વીડિયો
US reporter covering the Russia Ukraine crisis in six languages (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:18 AM
Share

રશિયા-યુક્રેન (Russia Ukraine crisis)સંકટ ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયામાં સૈનિકો તૈનાત છે ત્યારે યુક્રેનની સરકારે યુદ્ધની આશંકા વચ્ચે દેશમાં આગામી 30 દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દુનિયાની નજર આ વિવાદ પર છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિવાદ તમામ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ દરમિયાન એક અમેરિકન રિપોર્ટરનો વીડિયો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ રિપોર્ટરે રશિયા-યુક્રેન સંકટને એક-બે નહીં પરંતુ કુલ 6 ભાષાઓમાં કવર કર્યું છે. જ્યાં સામાન્ય રીતે લોકો 2-3 ભાષાઓ શીખવામાં તેમનું આખું જીવન પસાર કરી દેતા હોય છે, આવી સ્થિતિમાં એક રિપોર્ટર માટે 6 ભાષાઓ બોલવી ખૂબ જ આશ્ચર્યજનક છે. હવે આખી દુનિયા એ રિપોર્ટરની ચાહક બની ગઈ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ તેના ફેન બન્યા વગર રહી શકશો નહીં.

રિપોર્ટરનું નામ ફિલિપ ક્રાઉધર (Philip Crowther)જણાવવામાં આવી રહ્યું છે. તેણે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તેણે 6 અલગ-અલગ ભાષાઓમાં રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં અંગ્રેજી, લક્ઝમબર્ગિશ, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને જર્મનનો સમાવેશ થાય છે. માત્ર 59 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયન એટલે કે 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 1 લાખ 67 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

હવે ફિલિપના આ અદ્ભુત કૌશલ્યને વિશ્વભરમાંથી પ્રશંસા મળી રહી છે, જેમાં લગ્નના કેટલાક પ્રસ્તાવો પણ સામેલ છે. એક પત્રકારે તો ત્યાં સુધી કહ્યું કે, ‘હું કેટલાક એવા લોકોને ઓળખું છું જેઓ છ ભાષાઓ બોલે છે, પરંતુ મેં ક્યારેય કોઈને જોયા નથી જે આટલી સુંદરતા અને સ્પષ્ટતા સાથે લાઈવ-ટીવી કરી શકે.’ તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કે ધરતી પણ છે બુદ્ધિશાળી, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન છે તેનું ઉદાહરણ, જાણો તેનો ચોંકાવનારો રિપોર્ટ

આ પણ વાંચો: Google map: ફક્ત ટ્રાવેલ માટે જ નહી ઉપયોગી નથી ગુગલ મેપ, ઘરે બેઠા કમાણી પણ થઈ શકે આ એપથી !

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">