AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Viral Video: એનાકોન્ડા કરતાં પણ મોટા સાપને પકડીને આ ભાઈએ કર્યું એવું કામ કે વાયરલ થયો Video

વીડિયો જોયા બાદ લોકોએ વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક કહે છે કે તે એનાકોન્ડા નથી પરંતુ ટાઇટેનોબોઆ છે, જ્યારે કેટલાક આશ્ચર્ય પામી રહ્યા છે, શું ટાઇટેનોબોઆ લુપ્ત નથી થઈ ગયા?. એ જ રીતે કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે આ વીડિયો કોઈ ફિલ્મી સીન જેવો લાગે છે.

Twitter Viral Video: એનાકોન્ડા કરતાં પણ મોટા સાપને પકડીને આ ભાઈએ કર્યું એવું કામ કે વાયરલ થયો Video
Anaconda viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 3:59 PM
Share

કરોડો વર્ષો પહેલા જ્યારે ડાયનાસોર પૃથ્વી પર રાજ કરતા હતા, ત્યારે તેમની જેમ વિશ્વમાં બીજા ઘણા વિશાળ જીવો હતા. આમાંથી એક ટાઇટેનોબોઆ નામની સાપની પ્રજાતિ હતી. આ પ્રકારના સાપ એનાકોન્ડા કરતા પણ મોટા હતા. તાજેતરમાં જ એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક વિશાળકાય એનાકોન્ડા જોવા મળ્યો હતો. પૃથ્વી પર એવા સાપ હતા જેને ‘મોન્સ્ટર સ્નેક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તે પૃથ્વી પર હાજર સૌથી મોટા સાપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આજના યુગમાં જોવા મળતા મહાકાય સાપ એનાકોન્ડા કરતાં ઘણા મોટા હતા. એટલો વિશાળ કે તે એક મોટા મગરને પણ ગળી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વિશાળકાય એનાકોન્ડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ભૂલથી ટિટાનોબોઆ સમજી ગયા છે.

વાસ્તવમાં આ સાપ એટલો મોટો છે કે વીડિયો જોઇને પણ રૂંવાડા ઉભા થઈ જાય છે. વિશાળ સાપનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FascinateFlix નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.5 મિલિયન એટલે કે 45 લાખ વખત જોવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બોટમાં સવાર એક વ્યક્તિ વિશાળ સાપની પૂંછડી પકડી રહ્યો છે, જ્યારે સાપનું વિશાળ શરીર પાણીની નીચે છે અને તે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે જોકે અંદર રહેલા વિશાળકાય સાપને બોટમાં સવાર વ્યક્તિ જોઈ શક્તો અને પાછળથી તેની પૂંછડી છોડી દે છે, ત્યારબાદ સાપ પાણીમાં ઝડપથી ચાલીને જંગલ તરફ ભાગી જાય છે. તમે વાસ્તવિકતામાં આટલો મોટો સાપ ભાગ્યે જ જોયો હશે.

ફિલ્મોમાં મોટા એનાકોન્ડા તો બહુ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જો કોઈ આટલો મોટો સાપ જુએ તો ચોક્કસથી તેની હાલત ખરાબ થઈ જાય. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @FascinateFlix નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4.5 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 63 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વીડિયો જોયા બાદ લોકોએ વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક કહે છે કે તે એનાકોન્ડા નથી પરંતુ ટાઇટેનોબોઆ છે, જ્યારે કેટલાક આશ્ચર્ય પામી રહ્યા છે, ‘શું ટાઇટેનોબોઆ લુપ્ત નથી થઈ ગયા?’. એ જ રીતે કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે આ વીડિયો કોઈ ફિલ્મી સીન જેવો લાગે છે.

g clip-path="url(#clip0_868_265)">