AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વેપારીના હજારો પડાવ્યા, મિત્રને જાણ કરતા તેણે લાખો ઠગ્યા

સુરતમાં (Surat) કાપડની દુકાન ધરાવતા વેપારીને 26 ઓગસ્ટ 2022ના રોજ તેના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. જેમાં વ્યક્તિએ પોતે અંજલી શર્મા હોવાની ઓળખ આપી હતી અને બાદમાં વેપારીને વીડિયો કોલ કરી બીભત્સ હરકતો કરી વેપારીનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો.

Surat: અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વેપારીના હજારો પડાવ્યા, મિત્રને જાણ કરતા તેણે લાખો ઠગ્યા
સાયબર ક્રાઈમ સેલે ફરિયાદીના મિત્રની કરી ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:43 PM
Share

સુરતમાં વેપારીને વીડિયો કોલ કરી તેનો બિભત્સ વીડિયો બનાવી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ 11 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે પછી તેમજ આ બનાવ અંગે વેપારીએ મિત્રને જાણ કરતા મિત્રએ પોતે હાલમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી તેમજ દિલ્હી પોલીસ આવીને ઉચકી જશે તેવો ડર બતાવી 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સાયબર ક્રાઈમ સેલે વેપારીના મિત્ર એવા કાપડના દલાલની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતમાં કાપડની દુકાન ધરાવતા વેપારીને 26 ઓગસ્ટ 2022ના રોજ તેના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. જેમાં વ્યક્તિએ પોતે અંજલી શર્મા હોવાની ઓળખ આપી હતી અને બાદમાં વેપારીને વીડિયો કોલ કરી બીભત્સ હરકતો કરી વેપારીનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી વેપારી પાસેથી કુલ 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ 5 હજાર રૂપિયાની માગ કરવામાં આવી હતી.

આ વેપારીએ સમગ્ર હક્કીત પોતાના મિત્ર મનોજ શર્માને જાણ કરી હતી. જે પછી જેમાં મનોજ શર્માએ પોતે તાજેતરમાં પોલીસમાં ભરતી થઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન બ્યુરોના બનાવટી ડોક્યુમેન્ટ પણ વેપારીને બતાવ્યા હતા. તેમજ તેમાં એપ્લીકેશન કરવાના ચાર્જ પેટે, વેપારીનો વીડિયો ફેસબુક કે સોશિયલ મીડિયામાં અપલોડ નહીં થવા દેવાનો ચાર્જ, તેમજ વેપારી વિરુદ્ધની એપ્લીકેશન ક્લોઝ કરવાનો ચાર્જ આ ઉપરાંત વેપારીની અરજી હાયર ઓથોરીટી પાસે પહોચી ગઈ છે, ગમે ત્યારે દિલ્હી પોલીસ આવીને ઉચકી જશે તેવી ધમકીઓ આપી ટુકડે ટુકડે 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ સમગ્ર મામલે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં પોલીસે વેપારીના અગાઉ સંર્પકમાં આવેલા તેના મિત્ર મનોજ ઓમપ્રકાશ અમરતલાલ શર્માની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો આરોપી કાપડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">