Twitter Video : હરણે જીવ બચાવવા કર્યુ કંઈક આવું, શિકારીને ધૂળ ચટાડી થયું છુમંતર, જુઓ Video
ચિત્તાએ હરણને પોતાના વશમાં રાખ્યું છે, ત્યારે જ ત્યાં એક ઝરખ આવે છે, જેને જોઈને ચિત્તો ત્યાંથી જઈ રહ્યો છે. ઝરખના આ માટે પણ સંમત નથી અને તેના શિકારને છોડીને તેને ઉશ્કેરવા માટે ચિત્તા પાસે જાય છે.

વાઇલ્ડલાઇફ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર અવરનવર વાયરલ થતા હોય છે. ઘણીવાર વાઇલ્ડલાઇફના વીડિયો એટલા સારા હોય છે કે યુઝર્સના દિલને સ્પર્શે છે. ત્યારે કેટલાક વીડિયોમાં પ્રાણીઓ એકબીજાનો શિકાર કરતા જોવા મળે છે, જેના કારણે ઘણા યુઝર્સ તેને જોઈને પરેશાન થાય છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને મજા આવશે. વીડિયોમાં હરણ, ઝરખ અને ચિત્તો જોવા મળે છે. વીડિયોમા જોવા મળી રહ્યું છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ હિંસક પ્રાણીઓથી બચવાની યુક્તિઓનો ઉપયોગ કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Instagram Funny video : લો બોલો…વાનરે કર્યું માણસો જેવું વર્તન, વીડિયો જોઈને હસવું કંટ્રોલ નહીં કરી શકો
આ વીડિયો ટ્વિટર હેન્ડલ પર “ઓસ્કાર ગોઝ” કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 3.9 મીલીયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને 75 હજારથી વધુ યુઝર્સે આ વીડિયોને લાઈક કર્યો છે. આ વીડિયો જોઈને તમારો દિવસ બની જશે. આ વીડિયો લાઈવ મેચની છેલ્લી ઓવર જેવો લાગે છે.
The Oscar goes to… pic.twitter.com/6GIOUKCSgm
— Figen (@TheFigen_) January 12, 2023
હરણે શિકારીઓને હરાવ્યું
વીડિયોમાં તમે જોયું કે કેવી રીતે ચિત્તા હરણનો શિકાર કરે છે. ચિત્તાએ હરણને પોતાના વશમાં રાખ્યું છે, ત્યારે જ ત્યાં એક ઝરખ આવે છે, જેને જોઈને ચિત્તો ત્યાંથી જઈ રહ્યો છે. ઝરખના આ માટે પણ સંમત નથી અને તેના શિકારને છોડીને તેને ઉશ્કેરવા માટે ચિત્તા પાસે જાય છે. લો ભાઈ..હવે હરણને સારી તક મળી અને તે ત્યાંથી તે ભાગી જાય છે. જલદી જ ઝરખ તેના શિકાર હરણ પર પાછા આવે છે, તે તેની પહોંચથી દૂર જાય છે. હરણને ભાગતા જોઈને, બંને પ્રાણીઓ ફક્ત એક બીજાના ચહેરા તરફ જોયા કરે છે.