TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તમને ખડખડાટ હસાવવા અમે લઇને આવ્યા છીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બેસ્ટ ટુચકાઓ

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.

TV9 Gujarati 'હાસ્યનો ડાયરો': તમને ખડખડાટ હસાવવા અમે લઇને આવ્યા છીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બેસ્ટ ટુચકાઓ
We have brought you the best jokes that have gone viral on social media to make you laugh out loud

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

મેડ – મેડમ, મને 10 દિવસની રજા જોઇએ છે…
મેડમ – તુ રજા પર જઇશ તો પછી, તારા સાહેબનો નાશ્તો કોણ બનાવશે, ટિફિન કોણ પેક કરશે, કપડા કોણ ધોશે, તેમને ટાઇમ પર દવા કોણ આપશે ?
મેડ – (શરમાઇને) જો તમે કહો તો હું સાહેબને પણ સાથે લઇ જાઉ ?

2

હવાલદાર – સર, દશેરા પર બધા કેદીઓએ જેલમાં રામાયણ પ્લે કર્યુ હતુ.
જેલર – આ તો સારી વાત છે. એમાં આટલો પરેશાન કેમ થઇ રહ્યો છે ?
હવાલદાર – સર, હનુમાન બનેલો વ્યક્તિ સંજીવની બૂટી લઇને હજી આવ્યો નથી.

3

એક છોકરી ભગવાન પાસે મન્નત માંગી રહી હતી… હે ભગવાન કોઇ સમજદાર છોકરાને મારો બોયફ્રેન્ડ બનાવડાવી દો.
ભગવાન – જો એ સમજદાર હશે તો તમે કેમ ગર્લફ્રેન્ડ બનાવશે… જા બેટા ઘરે જા…

4

એક કંજૂસ માણસ જ્યોતિષને ઓછી દક્ષિણા આપતા…કોઇ એવો ઉપાય જણાવો કે પૈસા જ પૈસા મળે.
જ્યોતિષ – ચિંતા ન કર બાળક એક એવો મંત્ર તને આપીશ કે જેને તૂ જેટલી વાર બોલીશ એટલી વાર ધનની પ્રાપ્તિ થશે.
રોજ કોઇ નાકા કે સિગ્નલ પર જાઓ અને બોલો..’ભગવાન કે નામ પે કુછ દેદે બાબા’

5

એક મહિલાએ એક માણસને સાઇકલથી ટક્કર મારી.
માણસ ગુસ્સામાં – બ્રેક નતી મારી શક્તી ?
મહિલા – આખી સાઇકલ તો મારી દીધી…હવે બ્રેક શું અલગથી મારું ?

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવના આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

કેપ્ટન દિલ્લીમાં કરશે બેટિંગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અમરિંદરસિંહ – પંજાબની સ્થિતિ અંગે કરાશે ચર્ચા

આ પણ વાંચો –

દુબઇ એક્સપો-2020માં સીએમ ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થશે, ધોલેરા SIR અંગે સંબોધન કરશે

આ પણ વાંચો –

women cricket : મિતાલી રાજ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કોણ બનશે? ભૂતપૂર્વ કોચે મજબૂત દાવેદારનું નામ જણાવ્યું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati