AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : આવા દોસ્તો હોય તો દુશ્મનની શું જરૂર? જંતર-મંતર પર પોલીસની બસમાં ચડેલા યુવક સાથે થયો ખેલ, જુઓ વાયરલ વીડિયો

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવકે પોલીસને પોતે જ બસમાં બેસાડવા માટે જિદ કરી. પરંતુ બસની અંદર ગયા બાદ જે થયું તે જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

Trending Video : આવા દોસ્તો હોય તો દુશ્મનની શું જરૂર? જંતર-મંતર પર પોલીસની બસમાં ચડેલા યુવક સાથે થયો ખેલ, જુઓ વાયરલ વીડિયો
Jantar Mantar Funny IncidentImage Credit source: X | @be_mewadi
| Updated on: Oct 06, 2026 | 2:19 PM
Share

સોશિયલ મીડિયા પર ક્યારે શું રસપ્રદ જોવા મળી જાય તે કહી નહીં શકાય. દિલ્હીના જંતર-મંતરનો એક એવો જ મજેદાર વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને પણ હસવાનું આવશે. જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પોલીસકર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈ જવા માટે બસો તૈયાર હતી. ત્યારે ત્યાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ પહોંચ્યો હતો. ખબર નહીં તેના મનમાં શું આવ્યું કે પોતે જ પોલીસની બસમાં બેસવાની જિદ પકડી લીધી.

પોલીસને કહ્યું- ‘સર, મિત્રોથી દૂર થઈ જઈશ મને પણ સાથે લો’

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઇન્ફ્લુએન્સર ખૂબ જ માસૂમ બનીને પોલીસકર્મીઓને ભાવનાત્મક અપીલ કરતા જોવા મળે છે. તેઓ કહે છે, “સર, અમે ત્રણ મિત્રો સાથે આવ્યા છે. જો હું અહીંથી મારા દોસ્તોથી દૂર થઈ ગયો તો એકલો ક્યાં જઈશ? પ્લીઝ, મને પણ અંદર જવા દો.” પોલીસકર્મીઓએ પણ તેની વાત માની લીધી. તેમણે વિચાર્યું કે ચાલો, મિત્રોની વાત છે એટલે દરવાજો ખોલીને તેને પણ બસની અંદર જવા દઈએ. ઇન્ફ્લુએન્સર પણ ખૂબ જ ઉત્સાહમાં બસની અંદર પહોંચી ગયો. જાણે હવે મિત્રો સાથે પોલીસની બસની સવારીનો આનંદ માણવાનો હોય.

અંદર પહોંચતા જ થયો ખેલ!

ઇન્ફ્લુએન્સર જેવો બસની અંદર પહોંચ્યો કે નજારો બદલાઈ ગયો. જે મિત્રો માટે તે હીરો બનીને બસમાં ઘૂસ્યો હતો, તેઓ તો પહેલેથી જ બારી અને ઇમરજન્સી ગેટમાંથી ચૂપચાપ બહાર નીકળી ગયા હતા. ઇન્ફ્લુએન્સર જ્યારે ખાલી બેઠકો જોઈ અને પોતાના મિત્રોને બહાર ભાગતા જોયા, ત્યારે તેના પણ હોશ ઊડી ગયા. તે ગભરાઈને બોલ્યો, “અરે ભાઈ! મારા મિત્રો તો બહાર નીકળી ગયા, હવે મને પણ જવા દો.”

પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મહિલા પોલીસકર્મીએ ઝડપથી બસનો દરવાજો બંધ કરી દીધો હતો. હવે ઇન્ફ્લુએન્સર બસની અંદર અને બાકીના પ્રદર્શનકારીઓ તેને જોઈને હસતા હતા. તેઓ કહેવા લાગ્યા, “અરે ભાઈ, ડરો નહીં! અમે છીએ ને તમારી સાથે, ક્યાંય નહીં જવા દઈએ.”

આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ મજા લઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ભાઈ પિકનિક મનાવવા થોડી જઈ રહ્યો હતો કે પોતે જ જેલની ગાડીમાં ઘૂસી ગયો.” અન્ય એક યુઝરે કહ્યું, “જ્યારે આવા મિત્રો હોય તો દુશ્મનની શું જરૂર?”

જુઓ Video

આ પણ વાંચો, Trending Video : CM પાસે યુવકે માગ્યો iPhone, થપ્પડની એક્ટિંગ બાદ મળ્યો મજેદાર જવાબ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">