AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : દુલ્હન ફુગ્ગાઓ સાથે હવામાં ઉડી! ફોટોશૂટ ભયાનક અકસ્માતમાં ફેરવાયો, જુઓ Video વાયરલ

ઈસ્તાંબુલમાં ફોટોશૂટ દરમિયાન હવામાં ફુગ્ગાઓ સાથે દુલ્હન ઉડતી જઈ રહીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : દુલ્હન ફુગ્ગાઓ સાથે હવામાં ઉડી! ફોટોશૂટ ભયાનક અકસ્માતમાં ફેરવાયો, જુઓ Video વાયરલ
| Updated on: Oct 29, 2026 | 1:36 PM
Share

કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના તુર્કીના ઈસ્તાંબુલના એક બીચ પર બની હતી. જ્યાં દુલ્હન પ્રી-વેડિંગ શૂટ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં ઈસ્તાંબુલના સુંદર બાસ્ફોર્સ વિસ્તારમાં આ નજારો જોઈ લોકો ચોંકી ગયા હતા. લગ્નની યાદ હંમેશા માટે કેમેરામાં કેદ કરવા માટે દુલ્હને હાથમાં ઢગલાબંધ ફુગ્ગાઓ લીધા હતા. ફોટોશૂટ મસ્તી અને ઉત્સાહ સાથે ચાલી રહ્યો હતો, પરંતુ એવી ઘટના બની જેની લોકોને કલ્પના પણ ન હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, અચાનક સમુદ્રની તરફથી જોરદાર પવન આવે છે. ફુગ્ગાઓનો આકાર મોટો હોવાના કારણે તેને હવામાં પેરાશૂટ તરફ ખેચ્યા હતા. હવા એટલી જોરદાર હતી કે, દુલ્હન જમીન પરથી થોડી ઉપર ઉડી હતી. તે હવામાં લટકતી આગળ ચાલી ગઈ હતી. ત્યાં રહેલા ફોટોગ્રાફર અને લોકો સમજી શક્યા નહી.

આ નજારો જોઈ લોકોની ચીસો નીકળી ગઈ હતી.

આ દરમિયાન એક વ્યક્તિએ દોડી દુલ્હનનો હાથ પકડી લીધો હતો અને ખતરનાક ઘટના બનતી અટકી હતી. આ ડ્રામા વચ્ચે આખું ફોટોશૂટ રોકવું પડ્યું હતુ. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.લોકો કહી રહ્યા છે કે, શૌખ ક્યારેક ભારે પડી શકે છે. એક યુઝરે કોમેન્ટ કરી જીવનમાં શોખ અને સ્ટાઈલ મહત્વપૂર્ણ છે, પરંતુ સલામતી હંમેશા પ્રથમ આવવી જોઈએ.

Disclaimer: આ સમાચાર વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ અને નેટીઝન્સ તરફથી મળેલી પ્રતિક્રિયાઓ પર આધારિત છે. TV9 ભારતવર્ષ આ પોસ્ટમાં કરવામાં આવેલા કોઈપણ દાવાની સત્યતા વિશે પુષ્ટી કરતું નથી.

Trending Video : અબજોપતિ મુકેશ અંબાણી વાપરે છે આ સામાન્ય ફોન ? Jio IPOના મંચ પર પૌત્ર સાથેનો વીડિયો થયો વાયરલ! અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">